વ્હોરાસમાજ દ્વારા ઈદની ઉજવણી....

પવિત્ર રમઝાન માસ પૂર્ણ થતા આજે વિશ્ર્વભરમાં દાઉદી વ્હોરા સમાજ દ્વારા ઈદ ઉલ ફીતરની ઉજવણી કરવામાં આવી હતી. વ્હોરા સમાજના ધર્મગુરૂ ડો.સૈયદના આલીકદર મુફદ્દલ સૈફુદીન સાહેબ (ત.ઉ.સ.) દ્વારા મુુંબઈ ખાતે ઈદની નમાઝ પઢાવેલ હતી. રાજકોટ ખાતે પણ નુરમસ્જીદમાં આમીલ સાહેબ મુસ્તફાભાઈએ ઈદની નમાઝ અદા કરાવી હતી અને વ્હોરા સમાજના લોકોએ એક બીજાને ગળે મળી ઈદ મુબારક પાઠવ્યા હતા. રાજકોટ ઉપરાંત સૌરાષ્ટ્રભરમાં વ્હોરા સમાજ દ્વારા ઈદની ઉજવણી કરવામાં આવી હતી તેમ યુસુફભાઈ જોહરે જણાવ્યું હતું.(તસ્વીર: પ્રવિણ સેદાણી)