જેલમાં ટી.વી. બગડ્યું: વર્લ્ડકપ જોવા કેદીઓએ ભૂખ હડતાળ કરી


બ્યુએનો એરીસ: આર્જેન્ટિનાની એક જેલના કેદીઓએ રશિયામાંના ફિફા વર્લ્ડ કપની મેચો નિહાળવા માટે કેબલ ટેલિવિઝન સિસ્ટમ રિપેર કરવાની સત્તાવાળાઓને ફરજ પાડવા માટે ભૂખ હડતાલ શરૂ કરી છે. ‘કેબલ ટેલિવિઝન છિનવી ન શકાય એવો દરેક વ્યક્તિનો અધિકાર છે, એમ બ્યુએનો એરીસથી લગભગ 1,300 કિ.મી. (800 માઈલ)ના અંતરે આવેલ પુએર્ટો મેડ્રીયન જેલના નવ કેદીએ બહાર પાડેલા નિવેદનમાં કહ્યું હતું. કેદીઓએ તે યાદીમાં લખ્યું હતું કે ટેલિવિઝન સિસ્ટમ ત્રણ દિવસથી ચાલતી નથી અને જ્યાં સુધી આ સમસ્યા દૂર ન કરાય ત્યાં સુધી અમે ખોરાક ન લેવાનું નક્કી કયુર્ં છે.