ફ્રાન્સની માર્કેટ વેલ્યૂ રૂપિયા 86 અબજ


મોસ્કો: આજે શરૂ થઈ રહેલા ફિફા વર્લ્ડ કપની તમામ 32 ટીમોમાંથી ફ્રાન્સની ટીમ સૌથી મોંઘી ટીમ તરીકે ઓળખાય છે. વિશ્ર્વકપના તમામ ખેલાડીઓ વિશ્ર્વભરની નાની-મોટી ફૂટબોલ ક્લબ વતી રમતા હોય છે અને તેમની વાર્ષિક ટ્રાન્સફર વેલ્યૂને આધારે દરેક ટીમનું એકંદર મૂલ્ય નક્કી કરાયું છે. એમાં ફ્રાન્સની ટીમની માર્કેટ વેલ્યૂ 1.08 અબજ યુરો (અંદાજે 86 અબજ રૂપિયા) છે અને એ રીતે એ ટીમ સૌથી મોંઘી ગણાય છે. બીજા નંબરે સ્પેનની ટીમ છે જેની માર્કેટ વેલ્યૂ 1.04 અબજ યુરો (83 અબજ રૂપિયા) છે. પાંચ વખત ચેમ્પિયન બનેલી બ્રાઝિલની ટીમની માર્કેટ વેલ્યૂ 95.20 કરોડ યુરો (76 અબજ રૂપિયા) છે. પહેલી જ વખત વર્લ્ડ કપમાં રમનારી પનામાની ટીમની માર્કેટ વેલ્યૂ સૌથી ઓછી 82 લાખ યુરો (65 કરોડ રૂપિયા) છે.