ભારતમાં વર્લ્ડકપનો ઉન્માદ

આજથી શરૂ થઈ રહેલા ફૂટબોલ વર્લ્ડ કપની ખુમારી સમગ્ર વિશ્ર્વમાં છવાઈ છે. ભારતીય ટીમ વર્લ્ડ કપમાં ક્વોલિફાઇ થઈ શકી નથી પરંતુ વિશ્ર્વના જાણીતા ખેલાડીઓની ટીમને ભારતીય ફૂટબોલ પ્રશંસકો સપોર્ટ કરી રહ્યા છે. પશ્ર્ચિમ બંગાળમાં સૌથી વધુ પ્રશંસકો લિયોનેલ મેસ્સીની આર્જેન્ટિના ટીમના છે જ્યારે કેરળમાં નેયમારની બ્રાઝિલ ટીમના સપોર્ટર વધુ છે. ગોવાના લોકો ક્રિસ્ટિયાનો રોનાલ્ડોની પોર્ટુગલને સપોર્ટ કરી રહ્યા છે. વર્લ્ડ કપને કારણે કોલકાતામાં સ્લમથી લઈને મોટી સોસાયટીઓમાં પોતાની પસંગદીની ટીમોના ધ્વજ લહેરાવ્યા છે અને દીવાલો પર મેસ્સી, નેયમારનાં ચિત્રો દોર્યા છે તો ક્યાંક પોસ્ટરો લગાવાયાં છે.