મ્યુઝિયમ । હિરો

કાચના ટુકડા ઘણા છે, સસ્તા છે
પણ કોઇને જોઇતા નથી.
હીરા ઘણાંને જોઇએ છે પણ
એક તો છે ઓછા અને પાછા કીમતી છે.
પ્રશ્ર્ન ઓછા કે વધુનો નથી,
કીમતી કે સસ્તાનો નથી, પ્રશ્ર્ન ગુણવત્તાનો છે.
મામૂલી તડકો પડે છે કાચના ટુકડાઓ પર
અને એ ગરમ થઇ જાય છે.
વૈશાખ-જેઠનો મધ્યાહ્નનો તાપ પડે છે
હીરા પર, છતાં એ લેશ ગરમ થતો નથી.
આ હીરો આપણને પડકાર કરતાં
એટલું જ પૂછી રહ્યો છે કે
‘દોસ્ત, તારૂં પોત કોના જેવું?
મારા જેવું કે કાચના ટુકડા જેવું?
અપેક્ષા તૂટતાં, સ્વાર્થ ઘવાતાં,
અહંકાર પર આક્રમણ થતાં તું મારી જેમ
ઠંડો જ રહી શકે કે કાચના ટુકડાની
જેમ ગરમ બનીને જ રહે!
યાદ રાખજે.
ગરમી વચ્ચે ઠંડા રહેતાં મારી કિંમત જગત વધુ આંકે છે.
પ્રતિકૂળતા વચ્ચે ઠંડા રહેતાં તારી કિંમત
જગત્પતિ વધુ આંકવાના છે. - આચાર્ય વિજયરત્ન સુંદર સૂરિશ્ર્વરજી મ.સા.