ઔદ્યોગિક ઉત્પાદન વધ્યાની ખુશી છતાં મોંઘવારી ન ઘટવાનો ગમ

  • ઔદ્યોગિક ઉત્પાદન વધ્યાની ખુશી  છતાં મોંઘવારી ન ઘટવાનો ગમ


નવી દિલ્હી તા..14
દેશનું ઔદ્યોગિક ઉત્પાદન એપ્રિલમાં (વાર્ષિક ધોરણે) 4.9 ટકા વધ્યું હતું. મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રે વૃદ્ધિને કારણે આ સ્થિતિ સર્જાઈ હતી, એમ સરકારી આંકડાઓએ આજે દર્શાવ્યું હતું.
ઔદ્યોગિક ઉત્પાદનમાં મેન્યુફેક્ચરિંગનો હિસ્સો 78 ટકા છે તે એપ્રિલમાં વધીને 5.2 ટકા થયું હતું જે એપ્રિલમાં 4.7 ટકા હતું. સ્થાનિક સ્તરે માગમાં વૃદ્ધિ આ માટે કારણરૂપ હતી. પરંતુ ખાદ્ય ચીજવસ્તુઓમાં કેટલીક આઇટમોના ભાવમાં વધારાને પરિણામે મે મહિનામાં રિટેલ ફુગાવો સ્હેજ વધીને 4.87 ટકા થયો હતો. ક્ધઝયૂમર પ્રાઇસ ઇન્ડેક્સ (સીપીઆઈ)ના આંકડાઓને આધારે ફુગાવો એપ્રિલમાં 4.58 ટકા હતો. ગયા વર્ષે મે મહિનામાં ફુગાવો 2.8 ટકા હતો. સેન્ટ્રલ સ્ટેટિક્સ ઓફિસ (સીએસઓ) ના આંકડાઓ અનુસાર ગયા મહિને અન્ન ફુગાવો 3.10 ટકા હતો જે એપ્રિલમાં 2.8 ટકા હતો.
આ વર્ષે માર્ચમાં ઔદ્યોગિક ઉત્પાદન 4.4 ટકાના દરે વધ્યું હતું. માઇનિંગ ક્ષેત્રે 5.1 ટકા વૃદ્ધિ જોવાઈ હતી કે જે 2017ના એપ્રિલમાં 3 ટકા હતા. જોકે વીજળી ઉત્પાદન ક્ષેત્રે એપ્રિલમાં વૃદ્ધિ ઘટીને 2.9 ટકા થઈ હતી કે જે એક વર્ષ પૂર્વે સમાન ગાળામાં 5.4 ટકા હતી. જાન્યુઆરી માર્ચમાં વાર્ષિક ધોરણે 7.7 ટકાના દરે ભારતીય અર્થતંત્ર વૃદ્ધિ પામ્યું હતું જે છેલ્લા બે વર્ષમાં સૌથી ઝડપી હતું આ સમયગાળા દરમિયાન મેન્યુફેક્ચરિંગ, કૃષિ ક્ષેત્ર અને ક્ધસ્ટ્રક્શન ક્ષેત્રે સૌથી વધુ વૃદ્ધિ જોવાઈ હતી, એમ ગયા મહિનાના આંકડાઓને ટાંકી જણાવાયું હતું.
જાન્યુઆરી માર્ચના ત્રિમાસિક ગાળામાં ચીનની 6.8 ટકા વૃદ્ધિને આ આંકડા વટાવી ગયા હતા અને મસમોટા અર્થતંત્ર તરીકે સૌથી ઝડપી વિકસતા અર્થતંત્ર તરીકે ભારતને સમર્થન આપ્યું હતું. એપ્રિલથી
શરૂ થતા 2018-19ના નાણાકીય વર્ષ માટે વૃદ્ધિ વેગીલી રહેવાની ધારણા અર્થશાસ્ત્રીઓએ
દર્શાવી હતી. દેશનો રિટેલ ફુગાવાનો દર મે મહિનામાં (છેલ્લાં ચાર મહિનામાં) સૌથી વધુ 4.87 ટકા હતો, એમ આજે જારી કરવામાં આવેલા સરકાકી આંકડાઓએ દર્શાવ્યું હતું.