કર્ણાટક પ્લાનિંગ બોર્ડના અધ્યક્ષ તરીકે નારાયણ મૂર્તિ નિશ્ર્ચિત

મુખ્યમંત્રી કુમાર સ્વામીએ કરી જાહેરાત
બેંગ્લુરૂ તા.14
ઇન્ફોસીસના સહસંસ્થાપક એન.આર. નારાયણ મૂર્તિ નિવૃતિ બાદ ફરી એક વાર નવી જવાબદારી સંભાળવા તૈયાર થયા છે અને આ વખતે તેમને કર્ણાટકના નવા પ્રમુખમંત્રી એચડી કુમાર સ્વામીએ તેમને કર્ણાટક પ્લાનીંગ બોર્ડના અધ્યક્ષ બનાવવાનો નિર્ણય કર્યો છે. કુમારસ્વામીએ જણાવય્ું હતું કે મૂર્તિની નિમણૂક કરીને સરકારની છબી સુધારવા અને રોકાણકારોને આકર્ષિક કરવાની યોજના છે. મૂર્તિ સિવાય અન્ય વિશેષશોને પણ સામેલ કરવાની યોજના છે. સ્ટંટ પ્લાનીંગ બોર્ડ સંવૈધાનિક બોડી છે. મુખ્યમંત્રી તેના ચેરમેન હોય છે. બોર્ડ સંસાધનોની વિગતો રાખે છે, રાજયના વિકાસ માટે યોજનાઓ બનાવે છે અને તેના ક્રિયાન્વયન પર પણ નજર રાખે છે.
નારાયણ મૂર્તિ છેલ્લા 18 વર્ષમાં આ ભૂમિકા નિભાવનાર પ્રથમ પ્રોફેશનલ હશે. જોકે આ બારામાં મૂર્તિએ હજુ કોઇ જવાબ નથી આપ્યો. જ્યારે કુમાર સ્વામીનું કહેવું છે કે એમણે આ પદ સ્વીકારી લીધું છે. આ વખતે મૂર્તિની ભૂમિકા સલાહકારથી વધુ રહેશે. આવામાં વિકાસ કાર્યોમાં તેમની ભાગીદારી વધુ રહેશે. ઉલ્લેખનીય છે કે અગાઉ નારાયણ મૂર્તિ બેંગ્લુરૂ એરપોર્ટ લિમિટેડના ચેરમેન હતા ત્યારે જનતાદળ સેક્યુલરના અધ્યક્ષ એચડી દેવેગોડા સાથે વિવાદ થતા તેમણે ચેરમેન પદ છોડ્યું હતું. જો કે હવે તેમના સંબંધો સામાન્ય છે.