જૂનાગઢમાં પ્રેમલગ્નના પ્રશ્ર્ને ખાર રાખી યુવતી ઉપર હુમલો


જૂનાગઢ તા,14
જૂનાગઢમાં અગાઉના પ્રેમલગ્નના પ્રશ્ર્ને મનદુ:ખ રાખી શહેરના કડીયાવાડમાં રહેતી કિરણબેન વિજયભાઇ ચુડાસમા (ઉ.વ.23) ને પરેશ હરેશભાઇ ભરાડીયાએ અગાઉ પ્રેમ લગ્નના મનદુ:ખના કારણે પાઈપ વડે માર માર્યો હતો અને પરેશ, પરેશની પત્ની તથા સની નામના શખ્સે ઢીકા પાટુનો માર મારી હવે પછી દેખાઈશ તો જાનથી મારી નાખીશ એવી ધમકી આપતા યુવતીએ એ ડીવી. પોલીસમાં ફરીયાદ નોંધાવી હતી.
બઘડાટી
કડીયાવાડ વિસ્તારમાં શાકભાજીનો ધંધો કરતા વેપારીઓમાં પાણી ઉડવા પ્રશ્ર્ને બઘડાટી બોલી જતા થોડી કલાકો માટે કડીયાવાડ શાક માર્કેટમાં જોવા જેવી થઇ હતી. હંસાબેન વલકુભાઇ પરમારે પોતે પાણી છાંટતા હતા ત્યારે મહેશ જેન્તી તથા રાજુ જેન્તીના થડા પાણી ઉડતા મહીલાને બન્ને શખ્સોએ માર માર્યાની અને સામા પક્ષે રાજુ ઠાડોછીયાએ પાણી ઉડવા પ્રશ્ર્ને ઠપકો આપતા વલકુ, વલકુની પત્ની સહિત 4 શખ્સોએ ગળદા પાટુનો માર માર્યાની પોલીસમાં ફરીયાદ નોંધાવી હતી.