કળિયુગનો શ્રવણ : કપાતરે દેણા કરી પૈસા પડાવવા પિતાને લમધાર્યા


જૂનાગઢ તા,14
જૂનાગઢના મજેવડી ગામે દિકરાનું દેવું વધી જતા પિતા પાસે પૈસાની માગણી કરી હતી. જોકે પિતાએ પૈસા આપવાની ના પાડતા પુત્રએ પિતાને ઢોર માર માર્યો હતો આ અંગે પોલીસમાંથી મળતી વિગતો મુજબ જૂનાગઢના મજેવડી ગામે રહેતા ધીરુભાઇ હરજીભાઇ રૂડાણીના પુત્ર મહેશ ઉર્ફે મયલાનું દેવુ વધી ગયું હોય પોતાનું દેવું ચુકવવા માટે ભયલાએ પિતા પાસે નવ લાખ જેવી રકમ માંગણી કરી હતી. જો કે વૃધ્ધાવસ્થાએ પહોંચેલા પિતાએ પૈસા આપવા અસમર્થ હોવાથી પૈસા આપવાની ના પાડી હતી જેથી પુત્ર મયલાએ ઉશ્કેરાઈ જઇ પિતાને ઢોર માર મારવાનું ચાલુ કરી દીધુ હતું અને તેમના કપડા પણ ફાડી નાંખ્યા હતા તેમજ તેમને છરી બતાવીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
યુવાન લુંટાયો
જૂનાગઢના રફીક રાજા નામનો યુવાન ગત 3 જૂનના રોજ નમાજ પઢવા જતો હતો ત્યારે શાહીદ ઉર્ફે ગુહુ સાદીક લુલાણીયા, સલમાન સાદીક લુલાણીયા અને દિલાવર ઉર્ફે દિલો સિકંદર કુરેશીએ બાઈક પર આવી તેને પાઈપ-છરીથી માર મારી રૂા.1700ની લૂંટ ચલાવી હતી. આ અંગેની ફરિયાદ નોંધાયા બાદ તાલુકા પોલીસે ત્રણેય શખ્સોને ઝડપી લઇ જેલ હવાલે કર્યા હતા. બાદમાં જામીન માટે અરજી કરી હતી. પરંતુ સેશન્સ જજ નરેન્દ્ર વી. પીઠવાએ જામીન ફગાવી દીધા હતા.