કેરીના ઓછા ઉત્પાદનને કારણે માત્ર 40 દિવસ ચાલી સિઝન

તાલાલામાં કેસર કેરીની સિઝન પુરી: યાર્ડમાં હરાજી બંધ ગયા વર્ષે 10.50 લાખ કેસર કેરીના બોક્ષ સામે ચાલુ વર્ષે માત્ર 6 લાખ પેટી જ માંડ વેચાણમાં આવી
તાલાલા તા.14
તાલાલા માર્કેટીગ યાર્ડમાં કેસર કેરીની હરરાજી બંધ કરવામાં આવી છે જેમા છેલ્લા દિવસે ર9ર0 બોકસ વેચાણમાં આવ્યા હતા.
તાલાલા માર્કેટીંગ યાર્ડમા આ વર્ષ ર લાખ 40 હજાર બોક્ષ ઓછા આવ્યા હતા. પણ સારા ભાવે કિસાસોને રાહત અપાવી હતી.
તાલાલા માર્કેટીગ યાર્ડમાં આજે સીઝનના છેલ્લા દિવસે ર9ર0 બોકસની આવક સાથે 40 દિવસની કેસર કેરીની સીઝનનું સમાપાન થયું છે. આજે આવેલ કેસર કેરીના બોકસ પૈકી સારામાં સારા કેસરકેરીના એક બોકસનું રૂા.પ90 મા વેચાણ થયુ હતુ. નબળી કેરીના બોક રૂા.ર60 વેચાયા હતા.
તાલાલામાર્કેટીગ યાર્ડમાં ગત વર્ષે કેસર કેરીની સીઝન પ7 દિવસ ચાલી હતી. આ દરમ્યાન દશ કીલો ગ્રામનાં 10 લાખ 69 હજાર બોકસ વેચાણમાં આવ્યા હતા.આ વર્ષે તાલાલા પંથકમા કેસર કેરીનો પાક ઓછો આવતા સીઝન માત્ર 40 દિવસ ચાલીહતી.
આ દરમ્યાન કુલ આઠ લાખ 30 હજાર બોકસ વેચાણમાં આવ્યા હોય આવખતે ર લાખ 40 હજાર બોકસ ઓછા વેચાણમાં આવ્યા હતા. તાલાલા પંથકમાં ઓછા પાકને કારણે કેસર કેરીના ભાવ સારામાં સારા મળતા ખેડુતોએ ખુબજ રાહત મળી હતી.