34.58 લાખના દારૂ સાથે 4 પકડાયા

ભચાઉ પોલીસને અંધારામાં રાખી કચ્છ આર.આર.સેલ. ફરી એકવાર ત્રાટક્યું ટ્રક, જીપ, કાર સહિત છ વાહનો અને દારૂ સાથે 75 લાખનો મુદ્દામાલ કબ્જે : પાંચ બૂટલેગોની શોધખોળ
ભચાઉતા.14
તાલુકાના શિકારા ગામની સીમમાં સરહદી બોર્ડરે રેન્જના આઇજીપીને મળેલ પૂર્વ બાતમી આધારે આર.આર.સેલની ટીમે છાપો મારી જુદા જુદા બ્રાન્ડની 795થી વધુ શરાબની પેટીઓ સાથે ચાર આરોપીઓને ઝડપી પાડયા હતા જયારે શરાબનું કટીંગ કરી જુદા જુદા જથ્થો મોકલવા ઉપયોગ માટે રાખેલ વાહનો સહિત 75 લાખથી વધુનો મુદ્ામાલપકડી પાડયો હોવાના અહેવાલો સાંપડી રહ્યા છે.
પ્રાપ્તવિગતો મુજબ પાટણ, બનાસકાંઠા, પૂર્વ કચ્છ ગાંધીધામ અને પશ્ર્ચિમ કચ્છ ભુજ એમ ચાર જિલ્લાઓને સાંકળતી સરહદી બોર્ડર રેન્જના આઇજીપી શ્રી પિયુષ પટેલના માર્ગદર્શન હેઠળ આર.આર.સેલની ટીમ દારૂ-જુગારની બદીઓ નેસ્તનાબૂદ કરીા માટે પૂર્વ કચ્છના ભચાઉ તાલુકા વિરસતારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન આર.આર. સેલના પીએસઆઇ એ.આર.રબારીને મળેલ પૂર્વ બાતમી આધારે ભચાઉ તાલુકાના શિકારા ગામની સીમમાં છાપો મારવામાં આવ્યો હતો. જયાં દારૂનું કટીંગ થાય તે પહેલા જ પોલીસે જુદા - જુદા બ્રાન્ડની ઇંગ્લિશ દારૂની 795થી વધુ પેટી પકડી પાડી હતી. જેની કિંમત અંદાજીત 34 લાખ આંકવામાં આવી હતી. તોસ્થાનિકે પડેલા વાહનોમાં પીકઅપ ડાલો જીપ, બે કવાલીસ, એક ટાટા જેનોન, મારૂતિ રીટસ તથા એક ટ્રક સહિત અંદાજીત 75 લાખથી વધુનો મુદ્ામાલ કબજે કરવામાં સફળતા મળી હતી. તો દારૂ સંદર્ભે ચાર આરોપીઓને પણ ઝડપી પાડવામાં આવયા છે.
આ લખાય છે ત્યાં સુધી પોલીસ સ્ટેશનમાં સતાવાર ફરિયાદ નોંધાયેલ ન હોઇઆરોપીના નામો તેમજ દારૂના જથ્થા અંગેનો ચોક્કસ આંક જાણી શકાયેલ નથી. દારૂનો જથ્થો ઝડપી પાડવાની કામગીરીમં પીએસઆઇ એ.આર.રબારી સાથે સ્ટાફના નરેન્દ્રસિંહ જાડેજા, કીરિટસિંહ ઝાલા, હરદેવસિંહ સરવૈયા, જયંતીલાલ વાઘેલા, પ્રેમજીભાઇ સામળીયા, અબ્દુલભાઇ સમેજા, દિનેશ ભટ્ટીતથા સારથી મજીદભાઇ સમા વિગેરે જોડાયા હતા.
અત્રે ઉલ્લેખનીયા છે કે, રેન્જ આઇજી શ્રી પિયુષપટેલે રેન્જનો ચાર્જ સંભાળતાની સાથે જ અંજારમાંથી આર.આર.સેલની ટીમે પાંચ લાખથી વધુનો શરાબનો જથ્થો ઝડપી પાડયો હતો અને અંજાર પોલીસ સ્ટેશનના જવાબદાર અધિકારીની નિષ્કાળજી બદલ પી.આઇ.ને તાત્કાલીક અસરથી સસ્પેત્ડ કરી દેવામાં આવ્યા હતા ત્યારે આજે ભચાઉ તાલુકાના શિકારા સીમમાં સ્થાનિક પોલીસને અંધારામાં આર.આર.સેલની ટીમે છાપો મારી 34 લાખથી વધુનો શરાબ ઝડપી પાડતા સ્થાનિક પોલીસના જવાબદાર અધિકારી-કર્મચારીઓ સામે કેવા પ્રકારના પગલાં ભરાશે તેના પર મીટ મંડાઇ છે.
વધુમાં મળતી વિગત મુજબ ... કેસમાં માદેવા ભચા રબારી, સુભાષ મોહન વાળંદ, રમેશ અરજણ કોલી તથા મયુરસિંહ અભેસિંહ સોઢા (રહે.બધા ભચાઉ)ને પકડી પાડવામાં આવ્યા હતા. જયારે રેઇડ દરમયાન સુત્રધાર અશોકસિંહ બાલુભા જાડેજા કેવલસિંહ પરમાર, રવિરાજસિંહ જાડેજા, ભગીરથસિંહ જાડેજા, ધર્મેન્દ્રસિંહજાડેજા સહિત પાંચ શખ્સો નાસી છુટયા હતા. આરોપીઓ પાસેથી 34,58,400નો શરાબ તથા 40.45 લાખના વાહનો કબજે કરવામાં આવેલ. ભાગીછુટેલા આરોપીઓને પકડી પાડવા ઝડપાયેલા ચાર આરોપીઓના રિમાન્ડ મેળવવા કાર્યવાહી હાથ
ધરેલ છે. (તસવીર: જગદીશ પંડયા)