કેશોદમાં ભરબજારે પાંચ શખ્સોએ પાઈપના ઘા ઝીંકી આધેડને ઢાળી દીધા


જુનાગઢ, તા. 14
કેશોદના ચાર ચોક વિસ્તારમાં આજે બપોરના સમયે પાંચ જેટલા શખ્સોઓ કાર રોકી કારમાંથી એક બાવાજી આઘેડને બહાર કાઢી હુમલો કરી દેતા ગંભીર ઈજાગ્રસ્ત બાવાજી આઘેડનું મોત નિપજતા કેશોદમાં સનસનાટી મચી જવા પામી છે. આરોપીઓની ધરપકડ કરવામાં આવે તેવી માંગ સાથે મૃતકના પરિવારજનોએ મૃતદેહ નહીં સંભાળવાનું નકકી કરતાં પોલીસ અધિકારીઓ સહિતનો કાફલો જુનાગઢ હોસ્પીટલ ખાતે પહોંચી ગયો હતો.
કેશોદના ચાર ચોક પાસેથી ભીખાભાઈ રામાભાઈ નામના બાવાજી આઘેડ પોતાની ઝેન કાર લઈને પસાર થઈ રહ્યા હતા ત્યારે પાંચ જેટલા શખ્સો રોડ ઉપર આડા ઉભા રહી કારમાંથી ભીખાભાઈને બહાર કાઢી લોખંડના પાઈપ સહિત હથીયારો વડે હુમલો કરી દેતા ભીખાભાઈને લોહી લુહાણ હાલતમાં કેશોદની હોસ્પીટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતાં જયાંના તબીબોએ ગંભીર ઈજાઓ જણાતા ભીખાભાઈને જુનાગઢ હોસ્પીટલ ખાતે 108 ઈદ્વારા લાવવામાં આવતા તેમનુ રસ્તામાં મૃત્યુ થયુ હતું. મૃતદેહનું જુનાગઢ હોસ્પીટલ પીએમ કરવામાં આવ્યુ હતું.અને ભીજ્ઞાભાઈના પુત્ર કરણભાઈએ આ હત્યામાં 5 જેટલા શખ્સો હોવાનું જણાવ્યુ હતું. જો કે, હત્યાના બનાવની હજુ વિધિવત ફરિયાદ નોંધાવા પામી નથી.દરમ્યાન ભીખાભાઈના પરિવારજનો દ્વારા હત્યારાઓની ધરપકડ કરવામાં આવે ત્યાર બાદ જ મૃત્યુદેહ સંભાળવાનું પોલીસને જણાવતાં પોલીસ વિભાગના અધિકારીઓ જુનાગઢ હોસ્પીટલ ખાતે પહોંચીને પરીવારજનોને યોગ્ય પગલા ભરાશે તેવી ખાત્રી
આપી હતી.
પરંતુ મૃતક ભીખાભાઈના પરિવારજનો લાશનો કબ્જો લેવા તૈયાર નથી.