7 વર્ષ વાગ્દત્તાનું યૌનશોષણ કરીને મંગેતર ભાગી ગયો


કોડીનાર તા.14
કોડીનાર તાલુકાના કોટડા ગામે લગ્નની લાલચ આપી અવાર નવાર બળાત્કાર ગુજારી સગાઇ કર્યા બાદ અન્ય યુવતિને ભગાડી જતા પિડીતાએ કોડીનાર પોલીસમાં બળાત્કારની ફરીયાદ નોંધાવી છે.
કોટડા ગામની યુવતિએ નોંધાવેલી ફરીયાદ મુજબ યુવતિને સાત વર્ષની ગામના જ વિરેન્દ્ર રામજી બારૈયા નામના યુવાન સાથે પ્રેમ સંબંધ હોય વિરેન્દ્રએ યુવતિને વિશ્ર્વાસમાં લઇ લગ્નની લાલચ આપી ખેતરે ઝુંપડીમાં લઇ જઇ અવાર નવાર મરજી વિરુઘ્ધ શરીર સંબંધ બાંધી ના પાડવા છતાં પણ બળાત્કાર ગુજારી ફોસલાવી લેતાં અને તેમના આ પ્રેમ સંબંધની જાણ તેમના પરીવારજનોને થતાં વિરેન્દ્ર અને યુવતિની સમાજના રીતરીવાજ મુજબ સગાઇ કરી દીધી હતી. બાદમાં વિરેન્દ્રએ ગામની જ અનય યુવતિને લગ્નની લાલચ આપી ભગાડી જતા પિડીત યુવતિએ પ્રેમ સંબંધ બાંધી લગ્નની લાલચ આપી બળાત્કાર ગુજારી સગાઇ કરી હોવા છતાં અન્ય યુવતિને ભગાડી લ ગયાની ફરીયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.