પોરબંદર, ગોવાનો દરિયો 24 કલાક સુધી જોખમી


અમદાવાદ તા,14
વરસાદી મોસમ દરમિયાન સમુદ્રમાં સાઉથ વેસ્ટર્નમાંથી વેસ્ટર્નમાં હવાનું દબાણ સર્જાતા આગામી 24 કલાક દરમિયાન ગુજરાત, ગોવા,
મહારાષ્ટ્રના દરિયામાં 55 કિલોમીટર પ્રતિકલાકની ઝડપે પવન ફૂંકાવાની આગાહી હવામાન વિભાગે કરી છે.
દરિયો તોફાની બનતા માછીમારોને સમુદ્રમાં ન જવા સૂચના આપવામાં આવી છે. સમુદ્રમાં સાઉથ વેસ્ટર્નમાંથી વેસ્ટર્નમાં હવાનું દબાણ ઊભું થયું છે. આ દબાણ 40 થી 45 કિલોમીટર પ્રતિકલાકની ઝડપે તેના સ્થળથી આગળની તરફ ગતિ કરી રહ્યું છે. જેના પરિણામે આગામી 24 કલાક દરમિયાન નોર્થ અને સાઉથ ગુજરાત સહિત ગોવા, મહારાષ્ટ્રના દરિયાકિનારા પણ 55 કિલોમીટર પ્રતિકલાકની ઝડપે પવન ફૂંકાવાની આગાહી કરવામાં આવી છે.