રાજ્યોમાં પણ SC/STને પ્રમોશનમાં અનામત

તાજેતરના સુપ્રીમ કોર્ટના આદેશને પગલે દેશભરના કર્મચારીઓમાં જાગેલી ગડમથલનો અંત: કેન્દ્રીય મંત્રી રામવિલાસ પાસવાને કરી સ્પષ્ટતા નવીદિલ્હી તા.14
કેન્દ્રીયમંત્રી રામવિલાસ પાસવાને એવી સ્પષ્ટતા કરી છે કે, અનુસૂચિત જાતિ (એસસી) અને અનુસૂચિત જનજાતિ (એસટી)ના માત્ર કેન્દ્રના જ નહીં, પર રાજય સરકારના કર્મચારીઓને નોકરીમાં પ્રમોશનમાં અનામત પ્રાપ્ત થશે. કેન્દ્ર સરકાર આ સંદર્ભમાં ટુંક સમયમાં નિર્દેશ આપશે.
તાજેતરમાં જ સુપ્રીમ કોર્ટે એસ.સી/એસ.ટી. કર્મચારીઓને માત્ર નોકરીમાં જ નહીં, પરંતુ પ્રમોશનમાં પણ અનામતનો આદેશ કર્યો હતો. જો કે સુપ્રીમના આ આદેશને કારણે એવી ગડમથલ સર્જાઈ હતી કે, અનામત માટેનો આ આદેશ માત્ર કેન્દ્ર સરકારના કર્મચારીઓને લાગુ પડશે કે રાજયો માટે પણ એટલો જ લાગુ થશે કે કેમ? ગઈકાલે નવીદિલ્હીમાં કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથસિંઘની અધ્યક્ષતામાં મળેલી મંત્રી મંડળની બેઠકમાં આ મુદ્દે વિચાર વિમર્શ કરાયો હતો અને ચિત્ર સ્પષ્ટ થયુ હતું. આ બેઠક બાદ રામવિલાસ પાસવાને જાહેરાત કરી હતી કે એસસી/એસટી કર્મચારીઓને નોકરીમાં પ્રમોશનમાં પણ અનામતનો આદેશ માત્ર કેન્દ્રમાં જ નહીં રાજયોમાં પણ લાગુ થશે.
ઉલ્લેખનીય છે કે, ગત તા.5 જુને સુપ્રીમ કોર્ટે એસસી/એસટી કર્મચારીઓને નિશ્ર્ચિત શ્રેણીમાં પ્રમોશનમાં અનામત આપવા માટે અનુમતિ આપેલ હતી.