ઓફિસમાં રહો ફીટ અને હેલ્ધી

ડાયેટ, થોડી એક્સસાઈઝ અને કામની પધ્ધતિ બદલીને પોતાની જાતને સ્વસ્થ્ય રાખી શકાય છે આજના યુગમાં ઓફિસમાં 8 થી 10 કલાક સતત બેઠા બેઠા કોમ્પ્યુટર સામે બેસીને કામ કરવાનું હોય છે. જેના કારણે આપણું શરીર અનેક રોગોનું ઘર બની જાય છે. આવા સંજોગોનું ઓફિસમાં બેસીને પણ હેલ્થનું ધ્યાન કઇ રીતે રાખી શકાય તેના વિશે કેટલાક મુદ્દા વિચારીએ.
આપણે મોટા ભાગે ચેર પર બેસીને કામ કરવાનું હોય છે તેથી ચેર એવી સિલેક્ટ કરો કે જે તમારા લોઅર બેકને ટેકો આપે એટલે કે લુમ્બર સપોર્ટ વાળી ખુરશી સિલેકટ કરવી. ખુરશીને થોડીક ટીંટ કરવી જેથી સહેજ રિકલાઈનની ઈફેક્ટ સાથે એટલે લોઅર બેકને પણ સપોર્ટ મળે અને સહેજ રિલેકસ મોડમાં તમે બેસી શકો.
ખુરશી પર બેઠા બાદ પગની પોઝિશન ચેક કરો પગ ફ્લેટ સર્ફેસ પર રાખવા. ઘણીવાર પગ લાકડાની પટ્ટી પર રાખીએ કે લટકતા રાખીએ કે ક્રોસમાં રાખીએ છીએ તે બિલકુલ યોગ્ય નથી. ફ્લેટ સર્ફેસ પર પગ રાખવાની અને ટોઝ પર ઉભુ થતું પ્રેશર દૂર થાય છે.
કમરના દુખાવાથી દુર રહેવા માટે તમારા ટોઝથી બરાબર 90ં એ તમારા ઢીંચણ રાખવા જેથી સ્પાઈનલકોડને સપોર્ટ રહે અને સ્ટ્રેટ રહે.
આંખોને સ્ટ્રેસ ન પડે તે માટે એક ધારુ અને આંખો ખેંચાઈ તે રીતે લેપટોપ સ્ક્રીન પર ન જોવું. શકય હોય તો અલગથી મોનીટર અને કી બોર્ડ રાખવું જેથી આંખોને તકલીફ ન પડે.
એકધારુ સ્ક્રીન પર જોયા કરવાથી આંખોમાં ડ્રાયનેસનો પ્રોબ્લેમ ઉભો થાય છે. જેથી દર વીસ મિનિટે દસ વખત આંખો બ્લીંક કરવી પણ એ રીતે બ્લીંક કરવી કે ધીમે ધીમે ઉંઘ આવતી હોય તે રીતે બે ત્રણ સેક્ધડ બંધ રાખી ખોલવી જેથી આંખો ભીની રહે અને ડ્રાયનેસનો પ્રોબ્લેમ ન રહે.
આંખો માટે 20-20 રમવું એટલે કે દર વીસ મિનિટે દૂરના ઓબ્જેક્ટ સામે જોયા કરવું.
ઓફિસમાં સતત ફોન પર રહેવાથી નેક પ્રોબ્લેમ અને સ્ટીફનેસના પ્રોબ્લેમ ઉભા થાય છે. એક સાઈડ ફોન રાખી તે તરફ બોડી ઢાળવું તે સ્ટીફનેસ પ્રોબ્લેમ તરફ લઇ જાય છે તેથી શકય હોય તો સ્પીકર ફોન હેડ ફોન્સ કે ફોન ક્રેડલનો ઉપયોગ કરવો જેથી શરીરના એકબાજુ નમવાથી જે સ્ટીફનેસનો પ્રોબ્લેમ થાય છે તે ન થાય.
સ્ટીફનેસ ન આવે તે માટે દર થોડી મિનિે સ્ટ્રેચિંગ એક્સસાઈઝ કરી શકાય હાથ ઉપર કરી બોડી સ્ટ્રેચ કરવું અથવા તો થોડા સમયે ઉભા થઇ થોડુ ચાલી લેવું.
દર કલાકે જગ્યા પરથી ઉભા થઇ સ્ટ્રેચિંગ કરવું, થોડુ ચાલવું, ફ્રેશ થવા જવું જોઇએ. નેક ને અપ ડાઉન કરી તેમજ શોલ્ડર એક્સાઈઝ પણ કરી શકાય.
ડાયેટ ખુબ મહત્વની બાબત છે લોકોની એવી માન્યતા છે કે જમીને ઓફિસમાં બેસી રહેવાથી ઓબેસીટી થાય છે પેટ વધે છે તેથી ઘણા લોકો ફ્રુટ બાઉલ અથવા બોઈલ વેજીટેબલ લાવે છે. કેન્ડીના બાઉલ કે અને હેલ્ધી વસ્તુ કે ચોકલેટ્સ ખાવા કરતા ફ્રુટ્સ બાઉલ વધુ હેલ્ધી છે. બહારનું કે જંકફૂડ ખાવા કરતા હેલ્ધી મીલ ખાવાથી બોડી શેપમાં પણ રહી શકે છે અને ઓફિસમાં હેવી અનહેલ્ધી અને ઓવર ઈટીંગ કરવાથી બોડીમાં ફેટ વધવાની તકલીફ ઉભી થાય છે.
ઓફિસમાં ફકત ટોક પાર્ટનર નહીં પરંતુ વોક પાટર્નર પણ રાખીએ પોતાના વાહનને ઓફિસના પાર્કીંગ એરિયાથી દૂર પાર્ક કરવુ અને એના દ્વારા એટલું વોકીંગ થઇ શકે છે.
ઓફિસ ઉપરના ફ્લોર પર હોય ત્યારે લીફ્ટનો ઉપયોગ ટાળીને દાદરા ચડવા ઉતરવાની પણ એક્સસાઈઝ થઇ જાય છે અને આ રીતે બોડીને ફીટ રાખી શકાય છે.
આમ થોડી નાની નાની વાતોની કાળજી રાખીને બોડીને ફીટ અને હેલ્ધી રાખી શકાય છે. એક ધારુ એક સ્થિતિમાં બેસીને સ્વાસ્થ્યને લગતા અનેક પ્રોબ્લેમ ઉભા થાય છે