સ્કૂલવાનનાં ભાડામાં મહિને 200 રૂપિયાનો ‘મૂંઢમાર’ !

નવા શૈક્ષણિક સત્રનો ‘ખિસ્સાતોડ પ્રારંભ’: સ્કૂલ ફી, ચોપડા-યુનિફોર્મ બાદ વાનના ભાડાના વધારાએ કસર પુરી કરી ! પેટ્રોલ-ડીઝલ અને ગેસના ભાવ વધારાનું કારણ ધરતા વાન સંચાલકો  રાજકોટ તા,13
ખાનગી શાળાઓનાં ફી વધારાનાં ડામથી હજુ વાલીઓને કળ વળી નથી ત્યાં સ્કૂલવાન - રીક્ષાએ 50 ટકા સુધીનો તોતિંગ ભાવ વધારાનો નવો ડામ આપ્યો છે. નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ ‘ખિસ્સા તોડ’ રીતે થયો છે. ચોપડા, યુનિફોર્મ, સુઝ અને સ્ટેશનરીમાં થયેલા ભાવ વધારાએ વાલીઓના ખીસ્સા ખાલી કરી નાખ્યા બાદ સ્કૂલવાન - રીક્ષાએ પણ કસર છોડી નથી ! વાનમાં 50થી લઈને 250 સુધીનો વધારો અને રીક્ષાએ મીનિમમ ભાડુ 250માંથી સીધુ 400 રૂપિયા કરી નાંખતા અંતે વાલીઓએ પણ મુંગામોઢે સહન કરી લીધુ છે !
સ્કૂલવાન ઓપરેટરો અને રીક્ષા એસોએ કહ્યું કે, ના છુટકે ભાડામાં વધારો કરવો પડ્યો છે. પેટ્રોલ-ડીઝલ અને ગેસનાં ભાવ બેહદ વધી ગયા છે કે જો ભાડા ન વધારીએ તો અમારા છોકરાઓ ભૂખ્યા મરે ! છેલ્લા 1 વર્ષમાં તમામ ઈંધણના ભાવ વધી ગયા ! જૂના ભાડાઓ પ્રમાણે તો અત્યારે નફો તો ઠીક પરંતુ મેન્ટેનન્સ પણ માંડ નીકળે ! ઉપરાંત સરકારે તાજેતરમાં જ વાર્ષિક વીમો 800 માંથી વધારી સીધો 1500 રૂપિયા એટલે કે ડબલ કરી નાખ્યો અને ટેકસી પાર્સિંગના પણ રૂા.2500માંથી રૂા.5000 થયા ! મતલબ વાન અને રીક્ષાનું મેન્ટેનન્સ બમણુ થઈ ગયુ છે આવી સ્થિતિમાં પણ ભાડા માત્ર 50% વધારા છે.
તો બીજી તરફ સ્કૂલ ફી વધારાના મારથી પીસાતા વાલીઓ માટે વાન-રીક્ષાનાં ભાડામાં દર મહિને 200 રૂપિયા જેટલો વધારો મુંઢમાર જેવો સાબિત થયો છે. બજેટ વિખેરાઈ ગયા છે. તો લાંબારૂટ પર ચાલતી વાનનું ભાડુ તો રૂા.700માંથી સીધુ 1000 થઈ ગયું છે અને રીક્ષાનું પણ મીનિમમ ભાડુ રૂા.400 થતાં અને સ્કૂલો દ્વારા પ્રોજેકટ તથા અન્ય પ્રવૃત્તિના નામે મહિને થતા ઉઘરાણથી બાળકોને ભણાવવા વાલીઓ માટે ‘જંગ’ બની ગયા છે.  ખિસ્સા ખંખેરતુ ‘ટ્યુશન’ વાલીઓને છેલ્લો ઝટકો ટ્યુશને આપ્યો હતો. પ્રાઈવેટ ટ્યુશનના ભાવ પણ રૂા.200થી 300 સુધી વધી ગયા છે. પર્સનલ કોચીંગના હવે રૂા.1500થી વધારે આપવા પડશે. તો પ્રાયમરી માટે બાળકોને ઘર-ઘરાઉ ટ્યુશનના અત્યાર સુધી રૂા.500થી રૂા.700 હતા તે હવે વધીને દર મહિને રૂા.900થી રૂા.1200 થયા છે. ભાડાનો નવો ચાર્ટ જૂનુ ભાડું નવું ભાડુ
રૂા.200 રૂા.300
રૂા.400 રૂા.600
રૂા.600 રૂા.850
રૂા.800 રૂા.1000 સ્કૂલ ગમે તેટલી નજીક હોય 400 તો આપવા પડશે   સ્કૂલ રહેઠાણથી ગમે તેટલી નજીક હોય પરંતુ બાળકને લાવવા - લઈ જવાની વ્યવસ્થા ન હોય તો મહિને ઓછામાં ઓછા રૂા.600 ઢીલા કરવા પડશે. રીક્ષાવાળાઓએ મીનિમમ ભાડુ આ વર્ષથી રૂા.400 કરી નાખ્યુ છે. વધારો બમણો છે કે કેમ ગત વર્ષે મિનિમમ ભાડુ રૂા.400 હતું !