પૂર્ણ પુરુષોત્તમ માસના અંતિમ દિને પંચનાથ મંદિરમાં સર્વત્ર ભદ્ર મંડળની રચના

પાવન પુરૂષોત્તમ માસનો આજે અંતિમ દિવસ છે. બુધવારી અમાસ અને પૂર્ણ પુરૂષોત્તમ માસના સમાપનનો શુભ યોગ સર્જાતા ભાવિકોએ આજે શ્રદ્ધાથી દાન પુણ્ય અને પૂજન અર્ચન કર્યા હતાં. શહેરના પંચનાથ મંદિર ખાતે પુરૂષોત્તમ ભગવાનની પ્રતિમા તેમજ આજે સર્વત્ર ભદ્ર મંડળનું સુંદર આયોજન કરવામાં આવ્યુ હતું. બહેનોએ પ્રદશિણા, સકંટ દાન, દીપ દાન, બ્રહ્મ ભોજન, બ્રહ્મ દક્ષિણા અને કુંભદાન કરી પુણ્ય કમાવવાના આ સોનેરી તકનો સદ્ઉપયોગ કર્યો હતો અને ભાવ પૂર્વક વહેલા પધારવા પૂર્ણ પુરૂષોત્તમ ભગવાનને પ્રાર્થના કરી હતી. (તસ્વીર: દિવ્યરાજસિંહ સરવૈયા)