વિશ્ર્વના 9.20 કરોડ લોકો કરે છે રક્તદાન

કાલે વર્લ્ડ બ્લડ ડોનર ડે : રાજકોટના લાઇફ બ્લડ સેન્ટરે ર.રપ લાખથી વધુ લોકોને આપ્યુ નવજીવન રાજકોટ તા.13
આપણા જીવનમાં જેટલું મહત્વ શ્ર્વાસનું છે તેટલું જ મહત્વ લોહીનું છે. લોહીનું એક ટીપું કયારેક કોઇ માટે જીવનરક્ષક બની જાય છે. માત્ર ભારતમાં જ નહીં પરંતુ વિશ્ર્વભરમાં લોકોને આજે રકતનું મહત્વ સમજાવા લાગ્યું છે. વિશ્ર્વમાં રકતદાન એ મહાદાનનો સંદેશો પહોચાડવા માટે વિશ્ર્વ આરોગ્ય સંસ્થા (હુ) દ્વારા દર દર્ષે 14મી જૂને વર્લ્ડ બ્લડ ડોનર ડે ની વિશિષ્ટ ઉજવણી કરવામાં આવે છે. હંમેશા બીજાની પડખે ઉભા રહો, રકત આપો જીવન આપો તેવા સુત્ર સાથે હું દ્વારા આ દિવસની ઉજવણી કરવામાં આવશે.
દેશ અને દુનિયામાં રકત આપવાનું મહત્વ લોકો સમજતા થયા છે. આમ છતાં આ મહામુલી પ્રવૃતિ સ્વૈચ્છિક અને નિયમિત રીતે થાય તે માટે લોકોમાં જાગૃતિ લાવવાની તાતી જરૂરીયાત છે. વિશ્ર્વ આરોગ્ય સંસ્થાએ આપેલા અંદાજ મુજબ ભારતમાં પ્રતિ વર્ષ એક કરોડ વીસ લાખ યુનિટ રકતની જરૂરત રહે છે. આમ અત્યારની સ્થિતિએ માત્ર 90 લાખ યુનિટ રકત એકત્ર થાય છે. અપુરતા લોહીને કારણે આ દ્વારા રકતદાન કરનારને ડ્રો દ્વારા પસંદ કરીને તેમને વિશેષ એવોર્ડ આપી પ્રોત્સાહિત કરવામાં આવે છે.
14 મી જૂને વિશ્ર્વ રકતદાતા દિનની ઉજવણી થનાર છે ત્યારે 18 થી 6પ વર્ષની વયના કોઇપણ વ્યકિત ઉપર આપવા જેવા અત્યંત મહત્વના સેવાયજ્ઞમાં જોડાય તે જરૂરી છે. આવો રકત આપીએ, માનવ જીંદગી બચાવીએ.
રકતદાન માટે લાઇફ બ્લડ સેન્ટર, ર4 વિજય પ્લોટ, બોમ્બે ગેરેજની સામે, ગોંડલ રોડનો મોબાઇલ નં.8511221122 ઉપર સંપર્ક કરી શકાય છે.