રાજકોટમાં 20 સ્ટેમ્પ વેન્ડરો ઉપર કલેક્ટરના દરોડા

રૂા. 20 અને 100ના સ્ટેમ્પ કાળા બજારમાં વેચાતા હોવાની ફરિયાદના પગલે નાયબ મામલતદારની 20 ટીમ એક સાથે એક જ સમયે ત્રાટકી: કલેકટરને મળેલી મોટાભાગની ફરિયાદ સાચી નીકળી: સાંજે રિપોર્ટ કલેકટરને સોપાશે: તોળાતી આકરી કાર્યવાહી
રાજકોટ તા.13
રાજકોટ શહેરમાં રૂા.ર0, પ0 અને 100 ના સ્ટેમ્પ પેપર કૃત્રિમ અછત ઉભી કરી કાળા બજારમાં વેચવામાં આવતા હોવાની ફરીયાદ જીલ્લા કલેકટરને મળતા આજે જીલ્લા કલેકટરની સુચનાથી શહેરના જુદાજુદા ર0 સ્ટેમ્પ વેન્ડરો ઉપર નાયબ મામલતદારોની ર0 જેટલી ટીમોએ દરોડા પાડયા છે.
રાજકોટ શહેરની ત્રણેય મામલતદાર કચેરી તેમજ કોર્ટ કમ્પાઉન્ડર સહિત અલગ અલગ વિસ્તારોમાં બેસતા ર0 જેટલા સ્ટેમ્પ વેન્ડરો ઉપર આજે ક્રોસ તપાસ હાથ ધરવામાં આવી હતી. કલેકટરને મળેલી ફરીયાદ મુજબ સ્ટેમ્પ વેન્ડરો મુળ જગ્યાએ હાજર ન હોય તેમજ બપોર પછી તેની દુકાનો ખોલતા ન હોવાથી અરજદારોને મુશ્કેલી પડી રહી છે. આ મામલે જીલ્લા કલેકટર દ્વારા તમામ પ્રાંત અધિકારીને તપાસ કરવાની સુચના આપવામાં આવી હતી. શહેર પ્રાંત કચેરી-1 ના પ્રાંત અધિકારી એ.ટી.પટેલે ર0 નાયબ મામલતદારોની ટીમ બનાવી આજે સવારે એક જ સમયે એક સાથે તપાસ કરવાની સુચના આપવામાં આવી હતી. આથી તમામ નાયબ મામલતદારોએ એકસાથે વીસ સ્થળોએ દરોડા પાડયા હતા. પાડવામાં આવેલા દરોડામાં કલેકટરને મળેલી ફરીયાદ મોટાભાગની સાચી હોવાનું સમર્થન આપવામાં આવ્યું હતું. આમ છતા અન્ય સ્થળોએ પણ નાયબ મામલતદારો દ્વારા તપાસ હાથ ધરી સાંજ સુધીમાં કલેકટરને રીપોર્ટ આપવામાં આવનાર છે. ત્યારબાદ સ્ટેમ્પ વેન્ડરો ઉપર આકરી કાર્યવાહી કરવાના નિર્દેશો મળી રહ્યા છે.
રાજકોટ શહેર જીલ્લામાં છેલ્લા કેટલાક સમયથી સ્ટેમ્પ વેન્ડરો દ્વારા રૂા.ર0 અને 100 ના સ્ટેમ્પની કૃત્રિમ અછત ઉભી કરી દેવામાં આવી છેે. સ્ટેમ્પ નહીં મળવાના
કારણે અરજદારોના કામ અટકાય પડયા છે. છેલ્લા એક સપ્તાહથી રાજકોટ શહેરમાં રૂા.ર0 અને 100 નો સ્ટેમ્પ હાજર ન હોવાના દાવા સ્ટેમ્પ વેન્ડર દ્વારા કરવામાં આવી રહ્યા છે. જો કે પોસ્ટ ઓફીસમાં સ્ટેમ્પ પુરતા પ્રમાણમાં હોવાનું ચર્ચાય રહ્યું છે તેથી કલેકટર દ્વારા રાજકોટ શહેરમાં સ્ટેમ્પ વેન્ડર
ઉપર દરોડા પાડવામાં આવતા
સ્ટેમ્પ વેન્ડરોમાં ફફડાટ ફેલાઇ જવા પામ્યો છે. સ્ટેમ્પ વેન્ડરો દ્વારા રૂપિયા ર0 અને 100 ના સ્ટેમ્પના કાળા બજાર કરવામાં આવી રહ્યા છે. ર0 ના રૂપિયા પ0 અને 100 ના રૂપિયા ર00 અરજદારો પાસેથી પડાવવામાં આવી રહ્યા છે. જેવી જેની જરૂરીયાત તે મુજબ ભાવ પડાવાતા કલેકટરને ફરીયાદ કરવામાં આવી હતી. આ ફરીયાદના આધારે આજે નાયબ મામલતદારોની ર0 જેટલી ટીમોએ શહેરમાં જુદા જુદા વિસ્તારમાં તપાસ કરવામાં આવી છે. નટવરલાલ લોઢીયા ઢેબર રોડ
અમૃતલાલ ચાવડા 1-હાથીખાના
મહેશ જોશી સીવીલ કોર્ટ
મહેશ વ્યાસ 4/17 હાથીખાના
રામજી કાકડીયા મહાપાલીકા કમ્પાઉન્ડ
સતીષ માટલીયા 7-વાણીયાવાડી
જયંતીલાલ જોશી સીવીલ કોર્ટ
મુકુંદરાય અનડકટ સીવીલ કોર્ટ
કિરણ શુકલા લોધાવાડ ચોક
જીતેન્દ્ર વેગડા તાલુકા પંચાયત
કમલેશ વેગડા 1ર-પ્રહલાદ પ્લોટ
કમલેશ જોશી 9-જંકશન પ્લોટ
ચેતન ચંદારાણા મામલતદાર કમ્પાઉન્ડ
રાજેન્દ્ર અજમેરા 9-પંચનાથ પ્લોટ
વિનયચંદ્ર શાહ મોચીબજાર
રાજેશકુમાર રાવલ બહુમાળી ભવન
પરેશ પાદરીયા 3-ન્યુ વિશ્ર્વનગર, મવડી
સુશ્રી શિલા ચૌહાણ પંચનાથ સેન્ટર, હરીહર ચોક
વિમલ પાઠક કેશવ કોમ્પ., કેનાલ રોડ
સચિન અનડકટ સિવિલ કોર્ટ સ્ટેમ્પની અછતથી અનેક અરજદારો હેરાન પરેશાન
દસ્તાવેજ, નામ સુધારા, આધારકાર્ડ, રેશનકાર્ડ સહિતની કામગીરી માટે રૂપિયા ર0 અને 100 ના સ્ટેમ્પ પેપર ઉપર સોગંદનામુ કરવામાં આવે છે. અરજદારો પાસેથી સોગંદનામાના આધારે સરકારી કર્મચારી દ્વારા કામગીરી કરવામાં આવતી હોય છે ત્યારે શહેરમાં રૂપિયા ર0 અને 100 ના સ્ટેમ્પ પેપર ન હોવાના કારણે આવી કામગીરી છેલ્લા એક સપ્તાહથી ઠપ્પ થઇ જવા પામી છે. આથી અરજદારો હેરાન-પરેશાન થઇ ગયા છે.