પાગલ લોકોની સૂશ્રૃષા કરવાનો વિષ્ણુ ભરાડનો અનોખો સેવાયજ્ઞ

વૈષ્ણવજન તો તેને રે કહીએ જે પીડ પડાઈ જાણે રે... સેવા પરમો ધર્મ નવડાવવાથી માંડી બાલ-દાઢી કરવા અને કપડા પહેરાવવા પાછળ દરરોજ રૂા.500 થી રૂા.5000નો ખર્ચ
રાજકોટ તા.13
મનમાં પરોપકારનું કામ કરવાની, બીજાની પીડા અને તકલીફ દૂર કરવાની અદમ્ય ઈચ્છા હોય માનવ સેવાના એક પછી એક દરેક ક્ષેત્રમાં ખૂબ મહત્વપૂર્ણ અને નોંધપાત્ર યોગદાન જરૂરિયાત મંદ વ્યકિતઓની અને ગાંડાઓની કોઈ પર ભેદભાવ વગર સેવા કરતા રાજકોટના સેવાભાવી વિષ્ણુભાઈ ભરાડને નરસિંહ મહેતાનું વૈષ્ણવજન તો તેને રે કહીએ એ જે પીડ પડાઈ જાણે રે...પર દુ:ખે ઉપકાર કરે તોય મન અભિમાન ન આણે રે કડીઓ એકદમ બંધ બેસતી છે. વિષ્ણુભાઈએ પાગલ લોકોની સુશ્રૃષા કરવાનો અનોખો સેવાયજ્ઞ કરવાનો સંકલ્પ લીધો છે અને એ સંકલ્પને સુમેળે પાર પાડી રહ્યા છે પાગલ લોકોની સેવામાં દરરોજનો વિષ્ણુભાઈને 500 થી 5000 હજાર ખર્ચ થાય છે.
વિષ્ણુઈ ભરાડે પાગલ લોકોની સેવાયજ્ઞનો પ્રારંભ આજથી પાંચ વર્ષ પહેલા એકટીવાથી કરી હતી અને શહેરના વિવિધ વિસ્તારોમાં ફરી પાગલોને એકઠા કરી તેમની સેવા કરતા હતા ત્યાર બાદ ભાડેથી રિક્ષા લઈ સેવાયજ્ઞ ચાલુ રાખ્યો હતો અને તેમની આ સેવા જોઈ શહેરની નામાંકીત મોદી સ્કુલના સંચાલન દ્વારા તેમને એક રિક્ષા દાનમાં આપવામાં આવી હતી અને છેલ્લા ચાર વર્ષથી તેઓ રિક્ષા દ્વારા શહેરના વિવિધ વિસ્તારમાં ફરી સેવા કરી રહ્યા છે.
સેવાકાર્ય વિશે વિષ્ણુભાઈ ભરાડે જણાવ્યુ હતું કે રીક્ષામાં એક 500 લીટરનો પાણીનો ટાંકો છે જેમાં દરરોજ સવારે પાણી ભરી લવ અને બે ડોલ, બે ટબ, શરીરે ઘસવાનો ડુચો, સાબૂ, બે ખૂરશી સાથે રાખુ છું. જેનો ઉપયોગ પાગલ લોકોને નવડાવવા માટે કરૂ છું તેમજ સાથે હજામતનો સામાન રાખુ છું જેનાથી પાગલ લોકોને બાલ-દાઢી કરી આપુ છું. મેડિકલ કિટ પણ મારી સાથે હોય છે જેથી કોઈ ઈજા હોય તો ત્યાં સારવાર કરી આપુ છું પાગલ લોકો ધૂની હોય છે જેથી તેઓને નાની-મોટી ઈજાઓ થતી રહેતી હોય છે અને યોગ્ય શરીરની સાર સંભાળ નહી રાખતા હોવાથી ઘરી અન્ય બિમારીનો પણ ભોગ બનતા હોય જેથી મેડિકલ કિટ સાથે રાખી ડોકટર મિત્રોની સલાહ મુજબ સારવાર કરૂ છું.
દરરોજ શહેરનો એક વિસ્તાર લવ છું અને એ વિસ્તારમાં જેટલા પાગલ લોકો હોય તેની સેવા કરૂ છુ દરરોજનું બે-ત્રણ લીટર ડિઝલ રીક્ષામાં જરૂર પડે છે. જામનગર રોડ ઉપર પડધરી, ચોટીલા હાઈ-વે સાઈડ ડોળીયા બ્રાઉન્ડ્રી, ગોંડલ સાઈડ શાપર-વેરાવળ સુધી જાવ છું અને ત્યાં મળતા પાગલ લોકોની સેવા કરૂ છું. રોજના 8 થી 9 પાગલ લોકોની સેવા કરૂ છું રાજકોટમાં 40 થી 50 રસ્તામાં રખડતા પાગલ લોકો છે તે લોકોની સાર સંભાળ બાદ તેને જે ખાવું હોય તે લાવી દવ છું ઘણીવાર 500 થી 5000 રૂપિયાનો ખર્ચ થાય છે.
શિયાળો આવતા તેમના માટે ગરમ કપડા અને ધાબળાની પણ વ્યવસ્થા કરી આપુ છું જે ઉપલેટાથી ખરીદી કરી આવુ છું અને ત્યાર બાદ દ્વારકા, સામખીયાળી, ચોટીલા સહિતના રૂટ ઉપર ગરમ કપડા, ધાબળાનું વિતરણ કરૂ છું જેમાં 60 થી 70 હજાર જેટલો ખર્ચ થાય છે અને ઉનાળામાં લીલા નાળીયેર તેમના માટે મંગાવુ છું જેમાં 40 હજારથી વધુનો ખર્ચ થાય છે પરંતુ આજ દિન સુધી કોઈ પણ પાસે આર્થિક મદદ માંગી નથી પરંતુ કોઈ દાતા સહયોગ આપવા ઈચ્છા દર્શાવે કે આપે તો ના નથી પાડતો. સેવા બાબતે વિષ્ણુભાઈ ભરાડે કહ્યુ છે કે કોઈ ઉપકાર નથી કરતો હું તો મારા ગુરૂનો આદેશ માનું છુ. હરીહરાનંદ સ્વામી મારૂ ગુરૂ છે અને સાત વર્ષનો હતો ત્યારથી સેવાના આર્શિવાદ મને મારા ગુરૂએ આપ્યા છે કે સેવા નહી પણ પૂજા કરૂ છું. આવા લોકોની મે 16 વર્ષ પહેલા પશુઓની સેવાથી પ્રારંભ કર્યો હતો. બાદમાં સહયોગ મળતા માનસેવા કરી રહ્યો છું હાલ કરૂણા ફાઉન્ડેશન અને સત સેવા ભાવ ચેરીટેબલ સાથે સંકળાયેલો છું. માનવસેવામાં પરિવારનો અમૂલ્ય સાથ-સહકાર
મુળ વતન જસદણના અને છેલ્લા 26 વર્ષથી રાજકોટ રૈયા રોડ ચોકડી નજીક સોમનાથ-3 માં વસવાટ કરતા વિષ્ણુભાઈ ભરાડને તેમના પરિવારનો અમુલ્ય સહયોગ સાંપડયો છે તેમના પત્ની હર્ષાબેન અને કેનેડામાં હોટલ મેનેજમેન્ટનો અભ્યાસ કરતો પુત્ર મૌલીક તેમજ બે દિકરીઓ તેમને આ કામ માટે સતત પ્રેરણા અને બળ પૂરી પાડી રહ્યા છે તેમજ ખંડેરી અને ગીરમાં હું ખેતી ધરાવું છે જેની આવકનો કેટલોક ભાગ સેવાયજ્ઞમાં વાપરૂ છું.
પાગલ લોકો માટે આશ્રમ બનાવી પરિવારની હૂંફ આપવાની ઈચ્છા
વિષ્ણુભાઈ ભરાડે જણાવ્યુ છે કે રસ્તાઓ ઉપર રખડતા પાગલ લોકોને પરિવાર નથી હોતા અને તે હડધૂત થતા હોય છે જેથી આવનારા દિવસોમાં પાગલ લોકો માટે આશ્રમ કરવો છે અને ત્યાં બધાને સાથે રાખી એક પરિવારનો માહોલ બનાવી પરિવારની હુંફ આપવાનો પ્રયાસ કરી રહ્યો છું.
પાગલોએ અનેકવાર હુમલા પણ કરવામાં આવ્યા છે
ઘણીવાર ગાંડાઓ દ્વારા વિષ્ણુભાઈ ઉપર હુમલા પણ કરવામાં આવ્યો છે અને માર મારેલો છે પથ્થરોના છુટ્ટા ઘા કરે છે પરંતુ સાવ અજાણ્યા પાગલ હોય તેવા કરતા હોય છે ચાર થી પાંચ વખત મળેલા પાગલો વિષ્ણુભાઈની રિક્ષા જોઈ સામે દોડે છે અને વ્હાલ પણ કરતા હોય છે હુમલા કરનારા મને જાણ્યા પછી હુમલો નથી કરતા અને મને એ દુ:ખ પણ નથી હોતુ હુમલો કરે ત્યારે હું એવું વિચારૂ છું કે સમયાંતરે તે સુધરી અને સમજી જશે.