RTO રેઢુંપડ...: વાહનમાલિકના અગત્યના ડોક્યુમેન્ટ રઝળતા

રાજકોટ આરટીઓ કચેરીમાં દરરોજ હજારો અરજદારો આવતા હોય છે અને વાહન સંબધીત મહત્વની કામગીરી કરવામાં આવતી હોય છે. આરટીઓમાં અરજદારો પાસેથી વાહન પાર્સિગ, દંડ, વીમો, નામ ટ્રાન્સફર જેવા અનેક અગત્યના કામો માટે અરજદારોના ડોકયુમેન્ટ લેવામાં આવતા હોય છે અને ત્યારબાદ એ ડોકયુમેન્ટને રેકોર્ડ તરીકે સાચવીને રાખવાના હોય છે પરંતુ આ બાબતે આરટીઓ બેદરકામ સાબીત થયુ છે. રેકોર્ડ રૂમમાં વાહનમાલિકો અગત્યના દસ્તાવેજો આડેધડ ઢગલા કરી દેવામાં આવ્યા છે અને રેકોર્ડ રૂમ પણ ખુલ્લો રાખવામાં આવે છે. જો આ રૂમમાંથી કોઈપણ અરજદારના ડોકયુમેન્ટ ચોરાય જાય તો જવાબદારી કોની ? તેમજ આ ડોક્યુમેન્ટનો ગેરઉપયોગ થાય તો તેના માટે કોણ જવાબદાર એ સવાલ ઉઠ્યો છે. દૂર-દૂર જિલ્લા અને તાલુકામાંથી આવતા અરજદારોને એક ડોકયુમેન્ટ ઘટતો હોય તો પણ આરટીઓ માન્ય નથી રાખતી જ્યારે આ જ મહત્વના ડોકયુમેન્ટ હાલ આરટીઓના રેકોર્ડરૂમમાં ખુલ્લા પડ્યા છે. ઉપરાંત દરરોજ લાખની કમાણી કરતી આરટીઓમાં સીસીટીવી કેમેરાનો પણ અભાવ છે. મુખ્ય બિલ્ડિંગમાં લગાવેલા કેમેરામાંથી અમુક જ ચાલુ છે બીજા કેમેરા પણ બંધ છે. હવે આ અગત્યના દસ્તાવેજો જો ગુમ થઈ જાય કે કોઈ ચોરીને મીસયુઝ કરે તો જવાબદારી કોની ? (તસવીર: રવિ ગોંડલિયા)