165 કિલો વજન ઊંચકી નેશનલ પાવર લિફ્ટિંગમાં સિલ્વર મેડલ મેળવતી વિશ્ર્વા । સપનાનું સફળતામાં રૂપાંતર

હાશીમ રાઠોડના માર્ગદર્શન-મદદ સાથે ટૂંક સમયમાં ઇન્ટરનેશનલ સ્પર્ધાની તૈયારી શરૂ કરશે
રાજકોટ તા.13
સફળતા... આ શબ્દ જેટલો બોલવો સહેલો છે તેટલો જ તેને પામવો અઘરો છે. રાજકોટની એક યુવા છોકરી જેણે પોતાની મહેનત અને લગનથી સફળતા મેળવી છે.
રાજકોટમાં મક્કમ ચોકમાં આવેલ ચિઝલ યુવાઓને ટ્રેનિંગ આપતા અને સપનાને સફળતામાં રૂપાંતરિત કરતાં હાશીમ રાઠોડ સર...
રાજકોટના બાલભવન ખાતે ગર્વમેન્ટ જીમમાં તૈયારી માટે જતી હતી ત્યાર બાદ મને હાશમી સર પાસે લઇ ગયા ત્યાર બાદ મારી પ્રતિભાને ઓળખી અને મારા ગોલ સુધી પહોંચવા માટે માઇન્ડ સેટ કર્યો અને તેના માર્ગદર્શન હેઠળ હું મારા લક્ષ્ય સુધી પહોંચવા માટે મહેનત કરવા લાગી. હાશીમ સરે સમજાવ્યું કે ‘લક્ષ્યને માપવા અને વેઇટલિફ્ટર બનવા આળસને દૂર કર’ અને સાથે-સાથે વર્કઆઉટ અને ડાયટ ચાર્ટ આપ્યાં... ને હું જુ 20 કિલો વજન પણ નહોંતી ઉચકી શકતી તે ધીરે ધીરે 3 મહિનામાં 165 કિલોએ પહોંચ્યુ અને નેશનલ પાવર લિફટીંગમાં 165 કિલો વજન ઉંચકી સિલ્વર મેડલ જીત્યો. હાશીમ સરે મને મારા લક્ષ્ય સુધી પહોંચવામાં ભરપુર સહયોગ આપ્યો થેક્ન્સ ટુ હાશીમ સર... હાશીમ સરે તો નેશનલ અને ઇન્ટરનેશનલ લેવલે ગોલ્ડ મેડલ જીતવા સુધીની મારા ઉપર આશાઓ રાખી છે.
હું ટુંક સમયમાં ઇન્ટરનેશનલ લેવલે ભાગ લેવા જઇ રહી છું જેનો અંદાજે ખર્ચ 1 થી 1.25 લાખ જેવો થઇ શકે છે. હાશિમ સરે તમામ આર્થિક મદદ કરવાની તૈયારી દર્શાવી છે. જેથી હું વધારે ખુશ છું.