ચાલુ વર્ષના રિન્યૂ કર્મીઓને રદ કરી જાહેરાતથી નવી ભરતી કરવા માંગ

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ભરતી પ્રક્રિયા હાથ ધરવા કોંગ્રેસ દ્વારા આવેદન યુનિવર્સિટીની ખાલી જગ્યાઓ પર તત્કાલિક ધોરણે ભરતી કરવા કરાઇ રજૂઆત
રાજકોટ તા.13
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં છેલ્લા ઘણા સમયથી કર્મચારીઓનો પ્રશ્ન
ઉઠયો છે. કોન્ટ્રાકટ બેઇઝ બિનશૈક્ષણિક કામગીરી સંભાળતા કર્મચારીને કંપની હેઠળ લાવતા વિરોધ ઉઠયો છે તેમજ કાયમી કર્મચારીની ભરતી પણ થઇ નથી. આ અંગે આજે રાજકોટ શહેર કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ મહેશ રાજપુતની આગેવાનીમાં યુનિ.ના કાર્યકારી કુલપતિને આવેદન આપવામાં આવ્યું હતું.આવેદનમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે સૌરાષ્ટ્ર યુનિ.માં કાયમી કર્મચારીઓ નિવૃત થતા ખાલી જગ્યાઓ ઉપર કાયમી કર્મચારીઓ નિમવામાં આવતા નથી. રાજ્ય સરકારે મંજુર કરેલા મહેકમથી પણ વધુ કર્મચારીઓને ફિકસ પગારથી/કોન્ટ્રાકટ પધ્ધતિથી નિમણુંક અપાય છે. કેન્દ્ર સરકાર દ્વારા યુનિ. ગ્રાન્ટ કમીશન દ્વારા બુધ્ધિપૂર્વક એસી/એસટી, ઓબીસી, મહિલા-વિકલાંગને અનામતમાંથી દુર કરવા માટે વિષયદીઠ અનામત રાખતા જે રોસ્ટર ક્રમાંક કયારેય પણ ફુલફીલ ન થતાં અનામત વર્ગના લોકોને નોકરીથી વંચીત રાખવાનું વર્તમાન સરકારનું આ સળયંત્ર છે.તાત્કાલીક અસરથી ખાલી રહેલી બેઠકો ઉપર નવેસરથી જાહેરાત આપીને કોન્ટ્રાકટ પધ્ધતિ/ફીકસ પગાર પધ્ધતિથી કર્મચારીઓને નિયુકત કરવામાં આવે જેથી કરીને અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને બક્ષીપંચ સમાજના લોકોને પુરતા પ્રમાણમાં તક ઉપલબ્ધ કરાવી શકાય. આપના દ્વારા તાત્કાલીક અસરથી પગલા ભરવામાં નહીં આવે તો આપની વિરૂધ્ધ આંદોલનના કાર્યક્રમ આપવાની ફરજ પડશે. આ કાર્યક્રમમાં મહેશ રાજપુત, નરેશ સાગઠીયા, રાજુભાઇ આમરણીયા, પી.પી.શ્રીમાળી સહિતના ઉપસ્થિત રહ્યા હતા.