કટકીનું લાઇસન્સ: 183માંથી 146 સેન્સર બુધ્ધિપૂર્વક બંધ!

અણઘડ ચાલકોથી અનેક પર જોખમ ઊભું કરાવતી ભ્રષ્ટનીતિ; કડક ડ્રાઇવિંગ ટેસ્ટ હાંસિયામાં રાખીને સગવડિયા મેન્યુઅલ પ્રથા જ ધમધોકાર એપ્રિલમાં 133 સેન્સર બંધ હતા જેથી સંખ્યા  ઘટવાને બદલે શંકાસ્પદ રીતે વધી ગઈ! જય મૃગેશર
રાજકોટ તા.13
રાજકોટ આર.ટી.ઓ.ના ટેસ્ટ ટ્રેક ડ્રાઈવના 183 પૈકીના 146 સેન્સર બંધ હાલતમાં છે અથવા તો ઈરાદા પૂર્વક ગેરરીતી આચરવા માટે બંધ કરવામાં આવ્યા છે. છેલ્લા છ મહિનાથી ટેસ્ટ ટ્રેક આર.ટી.ઓ.ના હવાલે છે. અગાઉ આ ટ્રેક માટે ખાનગી કંપનીને કોન્ટ્રાકટ આપવામાં આવ્યો હતો.
કોન્ટ્રાક્ટ પૂર્ણ થયા બાદ આર.ટી.ઓ.એ ટ્રેક સંભાળ્યો છે અને ઘણા સમયથી મોટાભાગના સેન્સરો બંધ હાલતમાં છે. જેના કારણે માત્ર કહેવા પુરતી જ ઓટોમેટિક ડ્રાઈવિંગ ટેસ્ટ ટ્રેક બચી છે અને બધી જ કામગીરી મેન્યુઅલી કરવામાં આવી રહી છે. આ અંગે ‘ગુજરાત મિરર’ દ્વારા 3 એપ્રિલના અહેવાલ પ્રસિદ્ધ કરી આર.ટી.ઓ.ને ધ્યાન દોરવામાં આવ્યું હતું પરંતુ સિસ્ટમ અવારનવાર બંધ હાલતમાં જ જોવા મળતા ફરી એક વખત તંત્રની આંખ ઉઘાડવામાં આવી છે.
યોગ્ય વાહન ચલાવતા ન આવડે તો અકસ્માતની સંખ્યા વધતી હોય છે અને મોટું જોખમ ઊભું થાય છે અણઘડ ચાલકોથી અનેક ઉપર જોખમ ઊભું કરાવતી ભ્રષ્ટ આર.ટી.ઓ. બની છે.
કડક ડ્રાઈવિંગ ટેસ્ટ હાંસિયામાં રાખીને સગવડિયા મેન્યુઅલ પ્રથા જ ધમધોકાર કેપ્શન થઈ રહ્યુ છે. આર.ટી.ઓ.એ આ બાબતની ગંભીરતા લેવી જોઈએ પરંતુ કોઈ તકેદારી ન લેતા માત્ર નામની જ ઓટોમેટિક ટેસ્ટ છે. ગત એપ્રિલમાં 183 સેન્સરમાંથી 133 જેટલા સેન્સર બંધ હતા.
પરંતુ હાલ તેની સંખ્યા ઘટવાને બદલે વધવા પામી છે અને 183માંથી 146 સેન્સર બુધ્વિપૂર્વક બંધ હાલતમાં જોવા મળે છે. જે ભારોભાર શંકા ઉભી કરે છે. દરરોજ લાખોની કમાણી કરતું આર.ટી.ઓ.માં ટેસ્ટ પર સેન્સર ચાલુ કરાવવાના પણ રૂપિયા નથી! કયા કારણે સેન્સર બંધ હાલતમાં છે એક ચર્ચાનો મુદ્દો બન્યો છે. હાલમાં કયાં કેટલી સેન્સર
ફોર વ્હિલ ટ્રેક કુલ ચાલુ બંધ
પાર્કિંગ 6 1 5
અપ ગ્રેડિન્ટ (ઢાળ) 1 0 1
અંગ્રેજીનો આઠડો 84 32 52
રિવર્સ એસ 29 1 28
કુલ 120 34 86 ટુ-વ્હિલ ટ્રેક
કુલ ચાલુ બંધ
સર્પેન્ટાઈલ 63 3 60 ઓટોમેટિક ટેસ્ટ માટે અપાતો સમય
અરજદારોને ફોરવ્હીલની ઓટોમેટિક ટેસ્ટમાં ફોર વ્હીલ પાર્ક કરવા 90 સેક્ધડ, ઢાળમાં 120 સેક્ધડ, આઠડામાં 90 સેક્ધડ અને રિવર્સમાં 3 મિનિટ આમ કુલ 8 મિનિટનો સમય આપવામાં આવે છે.
જ્યારે ટુ-વ્હીલની ઓટોમેટિક ટેસ્ટ આપવા માટે સર્પાકાર આઠ જેવો રાઉન્ડ મારવાનો હોય છે.
જેની કુલ 60 સેક્ધડ આપવામાં આવે છે. રાજકોટ આરટીઓમાં આવેલ ઓટોમેટિક ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક માત્ર કહેવા પૂરતી જ છે. જેમાં મોટાભાગના સેન્સરો બંધ હાલતમાં હતા જે તસવીરમાં નજરે પડે છે. (તસવીર: રવિ ગોંડલિયા)