મોદી ‘ફિટ’ હૈ ; વીડિયો ‘હિટ’ હૈ!


મોદીએ કર્ણાટકના ઈખને ચેલેન્જ આપી
નવીદિલ્હી તા,13
વડાપ્રધાન મોદીએ થોડા દિવસ પહેલા તેમના જ મંત્રીમંડળના પ્રધાન રાજ્યવર્ધન સિંહ રાઠોડે સોશિયલ મીડિયા પર શરુ કરવામાં આવેલ ફિટનેસ ચેલેન્જમાં ફક્ત ભાગ લીધો તેટલું જ નહીં પરંતુ પોતાના રાજકીય વિરોધી ગણતા અને હાલ કર્ણાટકમાં ભાજપને સત્તાથી દૂર રાખવામાં સફળ થયેલા કર્ણાટકના સીએમ કુમારસ્વામીને ચલેન્જ આપી છે.
પીએમ મોદીએ બુધવારે સવારે પોતાના ટ્વિટર હેન્ડલર પરથી મોર્નિંગ એક્સર્સાઇઝનો વીડિયો પોસ્ટ કરી કર્ણાટકના સીએમ કુમારસ્વામીને ફિટનેસ ચેલેન્જ આપતા હવે એ જોવું રહ્યું કે તેઓ પીએમ મોદીની ચેલેન્જનો કઈ રીતે જવાબ દેશે.
વડાપ્રધાન મોદીએ કુમારસ્વામી ઉપરાંત ટેબલ ટેનિસ પ્લેયર મનિકા બત્રા અને દેશભરના 40થી વધુ ઉંમર ધરાવતા આઈપીએસ ઓફિસર્સને પણ ફિટનેસ ચેલેન્જ આપી છે. તમને જણાવી દઈએ કે ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ ટ્વિટર પર એક વીડિયો પોસ્ટ કરીને પીએમ મોદીને ફિટનેસ ચેલેન્જ આપી હતી.
પીએમ મોદીએ આ ચેલન્જને સ્વીકરીને કહ્યું હતું કે તેઓ ખૂબ જલ્દી એક વીડિયો શેર કરશે. જે બાદ આજે બુધવારે તેમણે યોગા અને મોર્નિંગ એક્સર્સાઇઝનો વીડિયો શેર કર્યો હતો. આ સાથે તેમણે ટ્વિટમાં કહ્યું કે તેઓ પ્રકૃત્તિના પાંચ તત્વો પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ અને આકાશથી પ્રેરિત છે. તેમણે એ પણ કહ્યું કે તેઓ દરરોજ પ્રાણાયમ પણ જરુર કરે છે.
આ વીડિયોમાં પીએમ મોદીન બુદ્ધની પ્રતિમા સામે અનુલોમ-વિલોમ કરતા પણ જોવા મળે છે. તે ઉપરાંત બીજી પણ કેટલીક એક્સર્સાઇઝ કરે છે. તે ઉપરાંત માટીના એક ગોળ ટ્રેક પર તેમને ચાલતા જોઈ શકાય છે જેના પર માટી, લાકડી, કાંકરા, રેતી અને પાણી છે તેને જ પીએમ પ્રકૃત્તિ પ્રેરિત એક્સર્સાઇઝ ગણાવી રહ્યા છે.