ઈન્ટરનેટ વિના કરો Gmailનો ઉપયોગ

ઈ-મેઈલની સુવિધા આપનારું જી-મેઈલ આજની તારીખમાં સૌથી લોકપ્રિય વિકલ્પ માનવામાં આવે છે. કરોડો યુઝર્સ તેનો પર્સનલ અને બિઝનેસ કામ માટે ઉપયોગ કરે છે. પહેલા જી-મેઈલનો ઈન્ટરનેટ વિના ઉપયોગ કરવો શક્ય નહોતું. પરંતુ હવે ઓફલાઈન મેઈલ વાંચવા અને લખવા માટે જી-મેઈલનો ઉપયોગ કરી શકાશે. ગૂગલે આ નવું ઓપ્શન શરૂ કર્યું છે.
આ ઓપ્શન યુઝર્સને ડિવાઈસ ઈન્ટરનેટ સાથે કનેક્ટ ન હોવા છતાં મેઈલને સિંક કરવા, નવા મેઈલ લખવા અને તેમને વાંચવાની સુવિધા આપે છે. આ સુવિધા દરમિયાન તેવા યુઝર્સને ફાયદો મળશે, જેઓ ઘણીવાર નેટવર્ક પ્રોબ્લેમના કારણે જી-મેઈલનો ઉપયોગ કરી શકતા નથી. જો તમે પણ હજુ સુધી તમારા જી-મેઈલમાં ઓફલાઈન મોડ શરૂ કર્યું નથી તો, ડેસ્કટોપ વેબસાઈટનો ઉપયોગ કરીને આ સેવાનો આવી રીતે લાભ લઈ શકો છો.
સૌથી પહેલા ક્રોમ સ્ટોરથી જી-મેઈલ ઓફલાઈન એપ ડાઉનલોડ કરો. તેમાં એક ઓપ્શન હશે ‘એડ ટૂ ક્રોમ’ તેના પર પ્રેસ કરો અને ઓન સ્ક્રીન ઓપ્શન જુઓ. શોર્ટકટ્સની લિસ્ટમાંથી એપને સિલેક્ટ કરો. ‘અલાઉ ઓફલાઈન મેઈલ’ ઓપ્શન પસંદ કરો અને ક્ધટીન્યૂ પર ક્લિક કરો. હવે તમે ક્રોમ સ્ટોરથી એપ ખોલતા જ જીમેઈલને ઓફલાઈન ઉપયોગ કરી શકશો.
ક્રોમ પર નવા ટેબમાં પોતાનું જી-મેઈલ એકાઉન્ટ ખોલો. ગિયર ઓપ્શન પર ક્લિક કરો અને સેટિંગ્સ મેન્યુ સિલેક્ટ કરો. જનરલ ટેબની નીચે ઓફલાઈન ઓપ્શન સિલેક્ટ કરો અને તેને ઈનેબલ કરો. હવે તમને ઓફલાઈન મેઈલ મેળવવા માટેનો સમય પસંદ કરવાનો છે, જેમ કે, 30, 60 અથવા 90 દિવસ અને મેઈલમાં અટેચમેન્ટ જોઈએ કે નહીં. સરળતા માટે તમે કોમ્પ્યૂટરમાં મેઈલ્સને સ્ટોર કરવાનું ઓપ્શન પણ સેટ કરી શકો છો. હવે સેવ ચેન્જિસને પ્રેસ કરો અને તમારું જી-મેઈલ ઓફલાઈન યુઝ માટે તૈયાર છે.