ગેમ રમતાં-રમતાં 12 લાખના કેશ પ્રાઈઝ અને OnePlus 6 સ્માર્ટફોન જીતવાની તક

OnePlus, Gameloft  સાથે મળીને એક ઓનલાઈન ગેમિંગ કોમ્પિટિશનનું આયોજન કરવા જઈ રહ્યું છે. તેમાં વિનરને 5 લાખ રૂપિયા સુધી કેશ આપવામાં આવશે. વનપ્લસ મુજબ ભારતમાં આ પહેલી ઓનલાઈન ગેમિંગ ટૂર્નામેન્ટ છે જેમાં આટલી મોટી રકમ વિનરને આપવામાં આવશે. આ ઓનલાઈન ટૂર્નામેન્ટ 13 જૂનથી શરૂ થઈને 8 જુલાઈ સુધી ચાલું રહેશે.
આ એક ચેનલ છે અને ગેમમાં અલગ-અલગ પ્લેટફોર્મના યૂઝર્સ ભાગ લઈ શકે છે. આ ટૂર્નામેન્ટમાં સ્માર્ટફોન (એન્ડ્રોઈડ, શજ્ઞત અને વિન્ડોઝ OS)) રાખનારા યુઝર્સ ભાગ લઈ શકશે. જોકે તેમાં Asphalt  8 ગેમ સપોર્ટ હોવી જોઈએ.
આ કોમ્પિટિશનમાં ભાગ લેવા માટે તમારે પોતાના સ્માર્ટફોનમાં એપ સ્ટોરથી Asphalt  8 ગેમ ડાઉનલોડ કરવાની રહેશે. જો તમારી પાસે આ ગેમ પહેલાથી જ ઉપસ્થિત છે તો તેનું લેટેસ્ટ વર્ઝનમાં અપડેટ કરવી પડશે. ગેમ ઓપન કરીને તમારે ‘OnePlus Asphalt Cup’માં ટેપ કરવાનું રહેશે. આ બાદ કાર સિલેક્ટ કરીને આગળની પ્રક્રિયા પૂરી કરી રેશ શરૂ કરી શકો છો.
ધ્યાન રહે કે ગેમ રમતા સમયે એક એક્ટિવ ઈન્ટરનેટ કનેક્શન જોડાયેલું હોય. કારણ કે સ્કોરને ક્લાઉડમાં સિંક કરવામાં આવશે. પ્રતિયોગીઓ વારંવાર ગેમ રમી શકે છે. તેના પર કોઈ મર્યાદા નથી. ગેમમાં ભાગ લેવા માટે પ્લેયરને ઓછામાં ઓછું 13 વર્ષનું હોવું જરૂરી છે.
વનપ્લસ દરેક અઠવાડિયે ટોપ 5 પ્લેયર્સને ફ્રી બુલેટ વાયરલેટ ઈયરફોન આપશે. તો ટોપ 25 પ્લેયર્સને વનપ્લસ તરફથી એક્સક્લૂસિવ મર્ચેન્ડાઈઝ આપવામાં આવશે. મહિનાના અંતમાં કંપની ટોપ ત્રણ પ્લેયર્સ સિલેક્ટ કરશે. નંબર વન પ્લેયરને 5 લાખ કેશ, નંબર ટૂ પ્લેયરને 3 લાખ કેશ અને નંબર થ્રી પ્લેયરને 1 લાખ કેશ પ્રાઈઝ આપવામાં આવશે. આ ઉપરાંત ત્રણેય પ્લેયર્સને Oneplus 6 6 સ્માર્ટફોન અને બુલેટ વાયરલેસ ઈયરફોન આપવામાં આવશે.