ગ્રાહકોની આ એક ભૂલથી SBIએ કરી 39 કરોડની કમાણી !

નવી દિલ્હી, તા.13
ગ્રાહકોની એક ચૂકથી ભારતીય સ્ટેટ બેંક (જઇઈં)એ ગત 40 મહિનામાં 38 કરોડ 80 લાખ રૂપિયાની કમાણી
કરી લીધી છે. આપને જણાવી દઇએ કે, બેંકે આ રકમ ફક્ત ચેક પર સહી ન મળવાને કારણે અકાઉન્ટ હોલ્ડર્સનાં અકાઉન્ટમાંથી કાપ્યા છે. સાઈન મેચ ન થતા બેંકે ગ્રાહકોને દંડ ફટકાર્યો છે. એક રિપોર્ટ પ્રમાણે, ભારતીય સ્ટેટ બેંકે ગત 40 મહિનામાં 24,70,000 લાખ ચેક પર ગ્રાહકની સહી મેચ ન થતા રીટર્ન કર્યા છે. છઝઈંનાં જવાબમાં બેંકે માન્યું છે કે, કોઇપણ ચેક રિટર્ન થાય તો બેંક 150 રૂપિયા ચાર્જ વસુલે છે અને તેનાં પર ૠજઝ પણ લાગે છે. એટલે દરેક રિટર્ન ચેકનું નુક્શાન ખાતેદારને 157 રૂપિયાની ચૂકવણી સાથે ભોગવવું પડે છે. રિપોર્ટ પ્રમાણે, નાણાકિય વર્ષ 2017-18માં ફક્ત સહી ન મળવાને કારણે ખાતેદારોનાં ખાતામાંથી 11.9 કરોડ રૂપિયા કાપવામાં આવ્યાં છે. આપને જણાવી દઇએ કે, ચેકની તપાસ ઘણી અલગ અલગ રીતે કરવામાં આવે છે જેમ કે ચેક પોસ્ટડેટેડ તો નથી ને. આ ઉપરાંત અંક અને અક્ષર સાચા છે સૌથી અંતમાં હસ્તાક્ષરની તપાસ થાય છે જે અંતિમ ગેટ છે.