8 દિવસની સ્પેસ ટૂરનો ખર્ચ સાંભળી શ્ર્વાસ થંભી જશે!

હ્યુસ્ટન, તા.13
આપણે એક એવા સમયમાં જીવી રહ્યાં છે જ્યાં જરૂર કરતા વધુ ધનવાન લોકો હંમેશા નવા અને એડવેન્ચરસ અનુભવ શોધતા ફરે છે જેથી તેમના વિશે સમાચાર અને સોશિયલ મીડિયા પર ચર્ચા થઈ શકે. આવા લોકો માટે સ્પેસ એટલે કે, અંતરિક્ષની યાત્રા છેલ્લું ડેસ્ટિનેશન રહી ગયું છે. આ એક એવી લક્ઝરી છે જેને દુનિયાના 1 ટકા કરતા પણ ઓછા લોકો એફોર્ડ કરી શકે છે. બ્રાડ પિટ અને કેટી પેરી એવા લોકોમાં શામેલ છે જેમને રિચર્ડ બ્રેસ્નનના વર્જિન ગલેટિક સ્પેસશિપ પર રાઈડ કરવા માટે અઢી લાખ ડોલર ખર્ચી નાખ્યા હતા પણ 2014માં થયેલી આ સ્પેસશિપની ટેસ્ટ ફ્લાઈટ ક્રેશ થઈ ગઈ જેમાં 1 પાયલટનું મૃત્યુ થઈ ગયું હતું.
હવે એક્ઝિઅમ સ્પેસ (અડ્ઢશજ્ઞળ જાફભય) નામની નવી કંપની અઢળક રૂપિયા ખર્ચ કરનારા અને એડવેન્ચર કરનારા માટે 8 દિવસની સ્પેસ ટૂરની વ્યવસ્થા કરી રહ્યાં છે જે પૂરી રીતે ક્ધફર્ટેબલ ન હોવા છતા ઠાઠ-માઠ અને ભવ્યતાથી ભરપૂર છે જેમાં નાસાની પણ ચમક જોવા મળશે.
નાસાના અનુભવી વ્યક્તિ અને અડ્ઢશજ્ઞળ જાફભયના ઈઊઘ સુફ્રેદિની કોઈ ટેલિફોન બૂથ જેટલા મોટા કાર્ડબોર્ડ કમ્પાર્ટમેન્ટની સામે રોકાઈ ગયા. કોમર્શિયલ સ્પેસ સ્ટેશનની અંદર બનનારા કેબિનનું આ એક બનાવટી મોડલ હતું જે એક અનોખું સ્પેસ સ્ટેશન હશે. અડ્ઢશજ્ઞળ એક બિલ્ડિંગ જેવું હશે જેમાં ફ્યૂઝન બ્યૂટિક હોટલ, એડલ્ટ સ્પેસ કેમ્પ અને નાસા ગ્રાન્ડ રિસર્ચ ફેસિલિટી હશે અને એ રીતે ડિઝાઈન કરવામાં આવ્યું કે, તે પૃથ્વીથી 402 કિલોમીટર ઉપર ભ્રમણ કરતું રહેશે.
આ સ્પેસ સ્ટેશનના કેબિન્સનું ઈન્ટિરિયર ડિઝાઈન કરવા માટે અડ્ઢશજ્ઞળએ ફ્રેન્ચ ડિઝાઈનર ફિલિપ સ્ટાર્કને હાયર કર્યા છે જેમણે હાઈ-એન્ડ હોટલ્સથી લઈને બેબી મોનિટર્સ ડિઝાઈન કર્યા છે.
સ્ટાર્ક કેબિનની દિવાલોને ક્રીમ કલરના પેડેડ અને સ્વેડ જેવા ફેબ્રિકથી બનાવી છે જ્યારે કેબિનની અંદર સેંકડો કઊઉ લાઈટ્સ લગાવવામાં આવી છે જેની અલગ-અલગ રંગની ચમક એ વાત પર નિર્ભર કરશે કે, સ્પેસ સ્ટેશન દિવસના સમયે ક્યાંથી પસાર થઈ
રહ્યું છે.
માઈક સુફ્રેદિનીએ કહ્યું, સ્પેસ સ્ટેશનની અંદર વાઈ-ફાઈ હશે, બધા લોકો ઑનલાઈન રહેશે, સ્પેસ સ્ટેશનની અંદરથી ફોન કોલ્સ કરી શકશે અને બારીમાંથી બહાર પણ જોઈ શકશે.
આમ તો આ સ્પેસ સ્ટેશનને 2022માં શરૂ કરવાની યોજના હતી પણ અડ્ઢશજ્ઞળનું કહેવું છે કે તે 2020થી ઓર્બિટમાં જવા માટે ઉત્સુક લોકોને મોકલવાનું શરૂ કરી દેશે. અડ્ઢશજ્ઞળ સ્ટેશનમાં સપોર્ટ માટે હેન્ડ હોલ્ડ લાગેલા છે જેને ઊંઘવા અથવા બેટરી લેધરમાં રેપ કરી શકાશે, આ ઉપરાંત અડ્ઢશજ્ઞળના પ્રાઈવેટ કેબિન્સમાં નેટફ્લિક્સની પણ વ્યવસ્થા હશે. સાથે જ કાચની દિવાલ હશે જેના દ્વારા મુસાફરો આખી પૃથ્વીનું વિહંગાવલોકન કરી શકશે.