છેતરપીંડી સહિતના ગુનાનો આરોપી ભાવનગરમાં ઝડપાયો


બરોડા પોલીસ મથકમાં શખ્સ વિરૂધ્ધ ગુનો નોંધાયો છે
ભાવનગર તા.13
વડોદરા શહેર પાણીગેટ પોલીસ સ્ટેશનમાં છેતરપીંડી, વિશ્ર્વાસધાત અને જમીનના ખોટા દસ્તાવેજો બનાવવા સહિતના ગુન્હામાં સંડોવાયેલ ઇસમને ભાવનગર એસઓજીએ ઝડપી પાડયો હતો.
ભાવનગર જીલ્લાના ગંભીર ગુન્હાઓમાં વોન્ટેડ આરોપીને ઝડપી પાડવા માટે એસ.ઓ.જી.ના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ.ના માર્ગદર્શન હેઠળ હેડ કોન્સ. ઓમદેવસિંહ ગોહિલ તથા પોલીસ કોન્સ. અતુલભાઇ ચુડાસમાને મળેલ સંયુક્ત બાતમી આધારે વડોદરા શહેર પાણીગેટ પોલીસ સ્ટેશન ગુન્હામાં સંડોવાયેલ અને ભાગતા ફરતા આરોપી ઉમેદજતી ઉર્ફે મુન્નાભાઇ બટુકભાઇ ગૌસ્વામી ઉ.વ.29 રહેવાસી ગામ ત્રાપજ તાલુકો તળાજા જીલ્લો ભાવનગરવાળાને કાળીયાબીડ જ્ઞાનમંજરી સ્કુલ પાસેથી ઝડપી પાડી જરૂરી કાર્યવાહી કરી નિલમબાગ પોલીસ સ્ટેશન ખાતે સોપી આપેલ છે અને વડોદરા શહેર પોલીસને સોપવા તજવીજ કરેલ છે.
આ કામગીરીમાં એસ.ઓ.જી. શાખાના હેડ કોન્સ. ઓમદેવસિંહ ગોહિલ તથા પોલીસ કોન્સ. અતુલભાઇ ચુડાસમા તથા શરદભાઇ ભટ્ટ તથા યોગીનભાઇ ધાંધલ્યા જોડાયા હતા. છેતરપીંડી સહિતના ગુનાઓ આચરનાર આરોપી શખ્સ અને એસઓજી પોલીસ સ્ટાફ. (તસ્વીર : વિપુલ હિરાણી - ભાવનગર)