ઝાલાવાડના 30 યુવાનો ફોજમાં પસંદગી પામ્યા

સુરેન્દ્રનગર તા.13
સુરેન્દ્રનગર જિલ્લાનાં 30 યુવાનો આર્મીમાં પસંદગી પામ્યાનો ઐતિહાસીક બનાવ બનતા યુવાનોમાં ઉત્સાહ છવાયો છે.
જિલ્લા રોજગાર કચેરી દ્વારા 21.5 થી 21.6 સુધી રોજગાર કચેરીમાં નોંધાયેલ બેરોજગાર યુવાનોને નિવાસી તાલીમ આપવા વઢવાણના ધરશાળા ખાતે યોજાયેલ હતા.જેમાંથી સુરેન્દ્રનગર જિલ્લાનાં 30 વિદ્યાર્થી્રઓ આર્મીમાં પસંદગી પામ્યા છે. પ્રેકટીકલ થીયરી, અને મેડીકલ આ ત્રણ તબકકામાં પસંદગી પામેલ 30 યુવાનોને દરરોજ આર્મીમાં ફરજ માટેની તાલીમ આપવામાં આવી રહી છે. તેઓ તા.29.6ના રોજ આર્મીમાં હેડ કવાર્ટર ખાતે હાજર થશે.
હાલ આ તાલીમ મેળવી રહેલ યુવાનોને દશરથસિંહ ઝાલા પૂર્વ આર્મી જવાન, ડો.કિરીટસિહ રાઠોડ સામાન્ય જ્ઞાન, બીએન જોષી મેથ્સ, રાઠોડભાઈ વિજ્ઞાન, વિગેરે ફેકલ્ટીઓ દ્વારા દરરોજ શારીરીક તેમજ થીયરી તાલીમ અપાય છે. સુરેન્દ્રનગર શહેર સિવાય 10 તાલુકામાંથી આ 30 યુવાનોને વિનામૂલ્યે રહેવા જમવા તેમજ સ્ટાઈપેન્ડ ચૂકવાય છે. દરમ્યાન આજે સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા દિપકકુમાર મેઘાણીએ આજે સવારે ઘરશાળા ખાતે આ તાલીમ વર્ગની મુલાકાત લીધી હતી તેમણે પોતાના પ્રવચનમાં આર્મી વિશે અને તેની કારકીર્દી વિશે પ્રેરણાદાઈ વાતો કરી હતી આ પ્રસંગે રોજગાર અધિકારી જે.ડી. જેઠવા દ્વારા સમગ્ર સંચાલન કરાયું હતુ.