અમરેલીમાં ચોરીના બે બુલેટ કબજે કરતી એસઓજી


અમરેલી,તા.13
અમરેલીમાં મીની કસ્બાવાડ વિસ્તારમાં રહેતો સમીરશા સુલતાનશા પઠાણે ત્રણેક માસ પહેલા શાસ્ત્રી મેદાન પાસે આવેલ એક હોટલની બાજુમાં પાર્ક કરેલ બુલેટ મોટર સાયકલ તથા બીજું 1 બુલેટ મોટર સાયકલ 1 માસ પહેલા રાજકોટ રીંગ રોડ ઉપરથી ચોરી કરેલ હતા. અને ા મોટર સાયકલ અમરેલીમાં વેંચી માર્યા અંગેની બાતમી અમરેલીના નવનિયુકત એસ.પી. નિર્લિપ્ત રાયને મળતા તેઓએ એસ.ઓ.જીે.ને સુચના આપતા પોલીસે બન્ને બુલેટ કબ્જે કર્યા છે.