ભાવનગરમાં પોલીસ કર્મચારીઓ દ્વારા સેવાકીય પ્રવૃત્તિ


ભાવનગરના સોનગઢથી પાલીતાણા જતા રોડ પર માનસિક દિવ્યાંગ માટેની સંસ્થા આવેલી છે. આશરે 200 જેટલા માનસિક દિવ્યાંગો પોતાની અલગ દુનિયામાં મોજમસ્તીથી પોતાનો સમય વ્યતિત કરે છે. માનવ વસવાટ અને ગામ શહેરથી દુર આ દિવ્યાંગોની વ્હારે ભાવનગર પોલીસતંત્રના સેવાભાવી પોલીસ કર્મચારીઓએ સાંજનું ભોજન તેમજ માનસિક દિવ્યાંગો માટે કપડાની વ્યવસ્થા કરી હતી. અને સરહાનિય કામગીરી બજાવી હતી. (તસ્વીર : વિપુલ હિરાણી- ભાવનગર)