વિસાવદર વાજડી ગામે વાડીની ઓરડીમાં દીપડો પૂરાયો

વિસાવદર, તા. 13
વિસાવદર તાલુકાના વાજડિ ગામે પ્રકાશભાઈ વલ્લભભાઈની વાડી આવેલ છે જયારે પ્રકાશભાઈ પોતાની વાડીએ સવારના પાણી વાવવા ગયેલ હતા ત્યારે ત્યાં વાડીએ આવેલ ઓરડીનો દરવાજો ખુલ્લો હતો ત્યારે ઓરડિમાં નજર કરતા એક ખુખાર દિપડો નજરે પડેલ હતો તેવામાં પ્રકાશભાઈએ હિમત કરીને ઓરડીનો દરવાજો બંધ કરીને દિપડાને પુરી દિધેલ હતો અને વિસાવદર ફોરેસ્ટ ઓફિસરને જાણ કરતા વન અધિકારી અને રેકસ્યુ ટીમ સ્થળ પર પહોચી ગઈ હતી અને દિપડાને બેભાન કરીને બહાર કાઢવામાં આવ્યો હતો. આશરે 8 વર્ષનો નર ખુખાર નર ખુખાર દિપડો અને પાંજરે પુરાયો હતો ત્યાર બાદ તેને સાસણ એનીમલ કેરમાં મોકલી આપેલ હતો.