તળાજામાં ચણાની ખરીદી બંધ થતા ખેડૂતોનો નવતર વિરોધ: કોથળા બાળ્યા

ભાવનગર તા.13
તળાજા માર્કેટીંગ યાર્ડ ખાતે આજે ચણાની ટેકાના ભાવે થતી ખરીદી કેન્દ્ર સ:ચાલક દ્વારા બંધ કરી દે.વાતા ખેડૂતો રોષે ભરાયા છે.ખેડૂતોની પાંખી હાજરી, અસંગઠીતતા વચ્ચે આજે રસ્તા પર ઉતરી કોથળાઓને આગ લગાવી, માર્કેટીંગ યાર્ડનો મુખ્ય દરવાજો બંધ કરી, પાલીતાણા તરફ જવાના માર્ગ પર ઉભા રહી ખેડૂતોએ દેખાવો કર્યા હતા. ચણાની ખરીદી ખેડૂતો પાસેથી નિયમાનુસાર કરવામાં આવે તેવી માંગ સાથે કેન્દ્ર સંચાલકના નામના હાય હાય પોકારવામાં આવ્યા હતા.
ખેડુતોએ આક્રોશ સાથે જણાવ્યું હતું કે કેન્દ્ર સંચાલકે અનેક વેપારીઓ સાથે મિલીભગત આચરી, બુદ્ધી પુર્વક કાયદાની રુએ છટક બારી મળી શકે તે રીતે ખેડુતોના 7/12-8/અ ના દાખલાઓ મેળવી લઇ ચણાની ખરીદીમોટે ભાગે વેપારીઓ પાસેથી કરી છે. તગડો નફો મેળવ્યો છે.
માર્કેટીંગયાર્ડ દ્વારા ફાળવવામાં આવેલ શેડમાંઆશરે એક હજારથીવધુ ગુણી જેટલા ચણા ખેડૂતોએ વેચવા માટે લાવ્યા હોઇ, તે પડયા રહ્યા છે. ખેડૂતોની માગણી છે કે કેન્દ્ર સંચાલક દ્વારા સાચવવામાં આવેલભ્રષ્ટાચાર અને ગુજકો માશોલ દ્વારા દાખવવામાં આવેલ બેદરકારી બાબતે ન્યાયતંત્રની ઉચ્ચ એજન્સીઓ તપાસ કરે. એક હજાર જેટલા ખેડૂતોના ટેકાના ભાવે ચણા ખરીદવાના બાકી હોય તે ખરીદવા તાત્કાલીક કેન્દ્ર શરૂ કરવામાં આવે છે.
ચણાના ટેકાના ભાવે ખરીદી બંધ કરવામાં આવતા ખેડુતોએ આજે ઉગ્ર વિરોધ કરવામાં અવશેની જાહેરાત કરી હતી. પોંખી હાજરીમાં ખેડૂતો એકઠાપણ થયા હતા. પરંતૂખેડૂતોનીવેદના સાંભળવા, પ્રશ્ર્નોને વાચા આપવા ભાજપ કે કોંગ્રેસ પાર્ટીના એક પણ નેતા જોવા મળ્યા ન હતા. તળાજા યાર્ડમાં ખેડૂતોએ દરવાજામાં કોથળા સળગાવી વિરોધ પ્રગટ કર્યો.
(તસવીર-વિપુલ હિરાણી-ભાવનગર)