જૂનાગઢ નજીક ઉબેણ નદીમાં તંત્રનું ઓપરેશન: 36 ટ્રેક્ટર, બે જેસીબી જપ્ત

જુનાગઢ તા. 13
જુનાગઢ જીલ્લામાં છેલ્લાં ઘણાં સમપરી નદીઓનાં પેટાળ ચીરીને ભુમાફીયાઓ દ્રારા રેતી ખનન અને ચોરીની વ્યાપક પ્રમાણમાં પ્રવૃતિઓ ચાલતી હોવાની ફરિયાદો બાદ નવ નિયુકત કલેકટરે ખનીજ માફિયા સામે લાલ આંખ કરી આજે સવારે ખનીજ માફીયા સામે લાલ આંખ કરી આજે સવારે ખનીજ માફિયા ઉપર મોટુ ઓપરેશન હાથ ધરતાં ખનીજ માફીયાઓમાં દોડધામ મચી જવા પામી હતી.
જુનાગઢના તળીયાધાર ગામની ઉબેણ નદીમાં ગેરકાયદેસરની ખનીજ રેડ પાડી ઉબેણ નદીના પટમાંથી ખનન કરતાં ર જેસીબી. લોડર તથા 36 ટેકટરો સહિતની મશીનરી ઝડપી પાડી હતી. આજે વહેલી સવારથી જ જુનાગઢના નાયબ કલેકટર જે.એમ.રાવલે વહીવટી તંત્રના વિશાલભાઇ ધાધલ, પુરોહિતભાઇથ, બાપાલકીયાભાઇ, દીલુભાઇ સહિતના સ્ટાફ સાથે પોલીસ તંત્ર અને ખાણ ખનીજના અધિકારીઓ કર્મીઓને સાથે રાખી દરોડા પાડયા હતાં.
છેલ્લા કેટલાંક સમયથી જુનાગઢના તળીયાધાર ગામની ઉબેણ નદીમાં ચાલતી રેતી ખનનની પ્રવૃતિથી નદીને ખેદાન મેદાન કરી નાખવામાં આવી હતી અને આ પ્રવૃતિથી લાખો મેટ્રીક ટન રેતીનું ખનન કરી ચોરી કરી હોવાનું અનુમાન થઇ રહ્યું છે. જો કે, કેટલી રેતીની ચોરી અને ખનન થયું છે તે ખાણ ખનીજ વિભાગ દ્રારા માપણી કર્યા પછી જાણવા મળશે અને તે હિસાબે રેતી ચોરો સામે દંડ વસુલાત સહિતની કાર્યવાહી હાથ ધરાશે. જીલ્લા વહીવટી તંત્ર દ્રારા ખનીજ માફીયાઓ ઉપર આજે અચીંતા પડેલાં દરોડાનાં કારણે ફોનની ઘંટડીઓ રણકતી થઇ ગઇ હતી. અને ખનીજ ચોરીમાં દોડધામ અને ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો. (તસ્વીર : મીલન જોશી-જુનાગઢ)