ભાવનગર યુવક કોંગ્રેસ પ્રમુખ સહિત બે શખ્સ દારૂ સાથે પીધેલા પકડાયા

પંચોની હાજરીમાં જ પકડી પાડી કાર સહિતનો મુદામાલ લીધો કબજે
ભાવનગર તા.13
ભાવનગર ભરતનગર પોલીસ સ્ટેશનનાં સ્ટાફે નાઇટ પેટ્રોલીંગ દરમ્યાન એક ફોરવ્હીલ ફોર્ડ ફીગો કારમાંથી ઇંગ્લીશ દારૂના જથ્થા સાથે
યુવક કોંગ્રેસના પ્રમુખ સહિત બે શખ્સોને
પીધેલી હાલતમાં કારમાંથી પકડી પાડતા ચકચાર મચી ગઇ છે.
ભાવનગર ભરતનગર પોલીસ સ્ટેશનનાં પી,આઇ, જે,એમ, ચાવડા.સાહેબ સાથે સર્વેલંન્સ સ્કોડ (ડિ,સ્ટાફ)નાં હેડ.કો. ધીરૂભા, ગોહિલ(ડી,સી,) તથા,પો,કો, મહેન્દ્રસિંહ સરવૈયા તથા,અન્ય ભરતનગર પોલીસ સ્ટાફ લાલ કલરની ફોર્ડ ફીગો સ્કોડા ફોર વ્હીલ દુખીશ્યામ બાપાનાં સર્કલ પાસે આવેલ પેટ્રોલ પંપ પાસે પડેલ હોય જેમાં બે ઇસમો બેઠેલ હોય જેનાં પર શંકા જતાં તુરંતજ સ્કોડા ફોર વ્હીલ ગાડી પાસે આવી રસ્તે જતાં બે રાહદારી પંચોનાં માણસો બોલાવી પંચો રૂબરૂ ડ્રાયવર સીટ પર બેસેલ ઇસમનું નામઠામ પુછતાં પોતે પોતાનુ નામ મુકેશભાઈ ગૌરાંગભાઇ પંડયા/બ્રાહ્મણ પ્રમુખ શ્રી યુવા કોગ્રેસ તળાજા ઉ.વર્ષ 34, કેફી પીણું પીધેલી હાલતમાં તુષારભાઇ નટવરલાલ રાજયગુરૂ/બ્રાહ્મણ ઉ.વર્ષ 46, કેફી પીણું પીધેલી હાલતમાં મળી આવ્યા છે. તપાસ કરતાં ડ્રાયવર સીટની પાછળની સીટમાં બે.કાળા કલરનાં પ્લાસ્ટીકનાં ઝબલા (કોથળી) ઓ પડેલ હોય જે બંન્ને પ્લાસ્ટીકનાં ઝબલા ખોલી જોતાં બંન્ને પ્લાસ્ટીકનાં ઝબલામાં પરપ્રાંતીય ઇંગ્લીશ દારૂની બોટલો નંગ 5-5 ભરેલ હોય જે ઇંગ્લીશ દારૂની બોટલો પોતાનાં કબ્જામાં રાખવા અંગે પાસ-પરમીટ માંગતાં નહી હોવાનું જણાવેલ સદરહુ બંન્ને પ્લાસ્ટીકનાં ઝબલામાં રહેલ ઇંગ્લીશ દારૂની બોટલો જોતાં રોયલ ચેલેન્જ વ્હિસ્કીની કંપની સીલપેક 7,50/એમ,એલ ભરેલ ફોર ઇન હરીયાણા ઓન્લી લખેલ છે જે એક બોટલની કિંમત રૂપિયા 300લેખે ગણી કુલ ઇંગ્લીશ દારૂની બોટલો નંગ 10 તેની કિંમત રૂપિયા 30,00/ગણી પંચનામાની વિગતે કબ્જે કરવામાં આવેલ છે તેમજ સદરહુ સ્કોડા ફોર વ્હીલ ગાડી નાં રજી.નંબર જોતાં *ૠઉં04-અઙ-9935 લખેલ તેમજ ફોર્ડ ફીગો ફોર વ્હીલની પાછળની નંબર પ્લેટ પર લાલ અક્ષરે પ્રમુખ શ્રી તળાજા યુવા કોગ્રેસ લખેલ છે* જેની કિંમત રૂપિયા 100,000/ગણી પંચનામાની વિગતે તપાસ અર્થે કબ્જે કરેલ છે. ભાવનગર પોલીસે વિદેશી દારૂ સાથે બે શખ્સોને ઝડપી લીધા હતા. (વિપુલ હિરાણી)