ધ્રોલમાં દારૂ પ્રકરણમાં પી.એસ.આઈ સસ્પેન્ડ


જામનગર તા.13
જામનગર જિલ્લાના ધ્રોલ પંથકમાંથી રાજકોટની આરઆર સેલની ટુકડીએ સ્થાનિક પોલીસને અંધારામાં રાખીને 390 પેટી જેટલો ઈંગ્લીશ દારૂનો જંગી જથ્થો પકડી પાડ્યો હતો. જે દારૂના પ્રકરણમાં બેદરકારી દાખવવા બદલ ધ્રોલના પી.એસ.આઈ.ને જિલ્લા પોલીસ વડાએ તેઓને સસ્પેન્ડ કરી દીધા છે. આ કાર્યવાહીથી પોલીસ બેડામાં ચકચાર જાગી છે.
આ બનાવની વિગતો એવી છે કે ધ્રોલ તાલુકાના સુધાધુના ગામમાં આવેલી એક ખેડુતની વાડીમાં ઇગ્લીશ દારૂનો મોટો જથ્થો ઉતારાયો હોવાની બાતમીના આધારે રાજકોટ આર.આર. સેલની ટુકડીએ સ્થાનિક પોલીસને અંધારામાં રાખી 390 પેટી જેટલો જંગી દારૂનો જથ્થો પકડી પાડયો હતો.
આ દરોડા સમયે ધ્રોલ પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ. ઉંઘતા જડપાયા હતા અને તેઓની બેદરકારી સાબીત થઇ હતી. જીલ્લા પોલીસ બડાએ આ મામલે આકરૂ પગલું ભર્યુ છે અને ધ્રોલના પી.એસ.આઇ. વી.એન. આહિરને બેદરકારીના મામલે તાત્કાલીક અસરથી સસ્પેન્ડ કરી દીધા છે. આ ઓર્ડરને લઇને જામનગરના પોલીસ બેડામાં ભારે ચકચાર જાગી છે. આગનું છમકલુ જામનગરમાં હીરજી મીસ્ત્રી રોડ પર આવેલી એક ચાની કેબીનમાં ગઇ કાલે મોડી રાત્રે ગેસનો બાટલો લીક થયા પછી અકસ્માતે આગ લાગી હતી અને કેબીનની અંદર રાખવામાં આવેલી તમામ માલસામગ્રી સળગી ઉઠી હતી. આ બનાવની જાણ થતા ફાયર બ્રીગેડની ટીમ ઘટના સ્થળે દોડી ગઇ હતી અને પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લઇ લીધી હતી. આગના કારણે કેબીનમાં રહેલી તમામ સામગ્રી ભસ્મીભુત થઇ હતી. કેબીનની અંદર ગેસના બે બાટલા હતા જે ફાયર બ્રીગેડની ટીમે સમય સુચકતાથી બહાર કાઢી લીધા હતા. જેથી વધુ નુકશાની અટકી હતી.