કંગના રાણાવત કબડ્ડી પ્લેયર બનશે, અલબત્ત રૂપેરી પરદે


મુંબઈ તા,13
કંગના રનોટ બહુ જલદી કબડ્ડી પ્લેયરનું પાત્ર ભજવતી જોવા મળશે. ‘બરેલી કી બરફી’ ની ડિરેકટર અશ્ર્વિની ઐયર તિવારી બે ફિલ્મ પર કામ કરી રહી છે. એક ફિલ્મ તે આલિયા ભટ્ટને લઈને બનાવી રહી છે જેનું શુટિંગ આવતા વર્ષે શરૂ કરવામાં આવશે. આ સિવાય બીજી ફિલ્મ સ્પોર્ટસ પર છે જે માટે કંગનાને પસંદ કરવામાં આવી છે. કંગના હાલમાં લંડનમાં ‘મેન્ટલ હૈ કયા’ નું શુટિંગ કરી રહી છે. એ પુરું થયા બાદ તે આ ફિલ્મનું શૂટિંગ શરૂ કરશે. આ ફિલ્મમાં તે કબડ્ડી પ્લેયરનું પાત્ર ભજવી રહી છે. કંગનાએ આ ફિલ્મ માટે ઓકટોબરથી ડિસેમ્બર સુધીની તારીખ પણ ફાળવી દીધી છે. આ ફિલ્મનું શૂટિંગ શરૂ કરવા પહેલાં કંગના એ માટે ટ્રેઈનિંગ લેશે. આ ટ્રેઈનિંગ માટે તેણે ઓગસ્ટમાં તારીખો પણ ફાળવી દીધી છે. ‘મેન્ટલ હૈ કયા’ નું શુટિંગ 11 જુલાઈએ પુરું થશે અને ત્યારબાદ તે ‘મણિકર્ણિકા: ધ કવીન ઓફ ઝાંસી’ નું બાકીનું શૂટિંગ પુરું કરશે.
કંગનાને ટ્રેઈન કરવા માટે નેશનલ લેવલના કબડ્ડી પ્લેયરને કોચિંગ આપનાર કોચની શોધ ચાલી રહી છે. આ માટે કંગનાએ કસરત પણ શરૂ કરી દીધી છે જેથી તે તેની સ્ટ્રેગ્ન્થ વધારી શકે.