ગોથા ખાતી નાવને કિનારો મળી શકે: કપિલ સલમાન સાથે કામ કરશે?

‘કોમેડી સર્કસ’ વખતે જજ બનેલા સોહેલ ખાને કપિલને તેની ‘શેરખાન’માં લેવાનું વચન આપેલું
મુંબઈ તા,13
આ દિવસોમાં સલમાન ખાન પોતાની નવી ફિલ્મ રેસ-3ના પ્રમોશનમાં ખૂબ વ્યસ્ત છે. પ્રમોશન દરમિયાન સલમાન ખાને પોતાના અપકમિંગ પ્રોજેક્ટને લઈને ચર્ચા કરી હતી. સલમાન ભારત, દબંગ-3, કિક-2 અને રેમોની ડાન્સિંગ ફિલ્મ સિવાય શેર ખાનમાં જોવા મળશે.
સલમાનની ફિલ્મ શેરખાનને તેમના ભાઈ સોહેલ ખાન બનાવી રહ્યા છે. આ ફિલ્મ પર ચર્ચા ઘણા લાંબા સમયથી થઇ રહી છે. પરંતુ વચ્ચે આ પ્રોજેક્ટ બંધ થઇ ગયો હતો. સલમાન ખાનના બતાવ્યા પછી આ પ્રોજેક્ટને બંધ નથી માનવામાં આવી શકતું. આ તે ફિલ્મ છે જેના માટે સોહેલ ખાને ઘણા વર્ષો પહેલા કપિલને વચન આપ્યું હતું.
હકીકતમાં તે સમએ કપિલ કોમેડી સર્કસમાં જોવા મળતો હતો.
આ શોમાં સોહેલ જજ તરીકે જોવા મળતો હતો. આ દરમિયાન સોહેલે કપિલને વચન આપ્યું હતું કે તેઓ તેમને પોતાની આવતી ફિલ્મ શેર ખાનમાં લેવાશે.
કપિલ શર્મા આ દિવસોમાં લરજાઓ માણી રહ્યા છે. સલમાન સાથે ફિલ્મમાં આવવું કપિલ માટે સપનાને સાચા હોય જેવું હશે. હાલમાં કોમેડી કિંગનું કરિયર જેવી રીતે ગોતા ખાય છે, જેને સલમાન ખાન કિનારો આપી શકે છે.
સલમાન ખાનની રેસ-3 પણ એક ઉદાહરણ છે. આ ફિલ્મથી સલમાન બોબી દેઓલ અને ડેઝી શાહના કરિયરને રેસ આપવાની કોશિશ કરી રહ્યા છે.