‘વિશ્ર્વરૂપમ-2’માં કમલ હાસન એકશન અવતારમાં, ટ્રેલર રિલીઝ


મુંબઈ તા,13
કમલ હાસનની ફિલ્મ વિશ્ર્વરૂપમ-2નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. આ એક સ્પાઈ થ્રિલર ફિલ્મ છે. જેમાં કમલ હાસનનો જબરદસ્ત એક્શન અવતાર નજરે પડી રહ્યો છે. આમિર ખાને ફિલ્મના હિન્દી વર્ઝનને ડિજિટલ પ્લેટફોર્મ પર રિલીઝ કર્યું છે. જ્યારે ચેન્નઈમાં કમલ હાસનની પુત્રી શ્રુતિ હાસન અને જૂનિયર એનટીઆપરે તમિલ અને તેલુગૂ વર્ઝનનું ટ્રેલર લોંચ કર્યું છે. ફિલ્મને કમલ હાસને ડાયરેક્ટ અને પ્રોડ્યૂસ કરી છે. ફિલ્મમાં કમલ હાસન, રાહુલ બોસ, પુજા કુમાર, શેખર કપૂર, વહીદા રહમાન છે. ફિલ્મનો પહેલો ભાગ વર્ષ 2013માં આવ્યો હતો. ફિલ્મમાં કમલ હાસન સિવાય રાહુલ બોસ અને પુજા કુમાર પણ મુખ્ય ભૂમિકામાં હતા. 100 કરોડની આસપાસના બજેટમાં બનેલી ફિલ્મે 200 કરોડથી વધારેની કમાણી કરી છે. ફિલ્મ વિશ્વરૂપમ ભાગ બેનું બજેટ 120 કરોડ આસપાસનું છે.
પહેલા આ ફિલ્મ 26 જાન્યુઆરીએ રિલીઝ થવાની હતી, પરંતુ તેના રિલીઝ ડેટ ટાળી દેવામાં આવી હતી. હવે આ ફિલ્મ 10 ઓગસ્ટે રિલીઝ થશે.