ICC T-20 મહિલા રેન્કિંગમાં પૂનમ યાદવ ટોપમાં પાંચમા ક્રમે

હરમીન પ્રીત કૌર 7મા ક્રમે પહોંચી
મુંબઈ તા,13
ભારતીય મહિલા ક્રિકેટ ટીમની સ્ટાર લેગ સ્પિનર પૂનમ યાદવને તાજેતરમાં મલેશિયામાં સમાપ્ત થયેલા મહિલા એશિયા કપ ટુર્નામેન્ટમાં પોતાના પ્રદર્શનના આધારે આઈસીસી ટી-20 મહિલા રેન્કિંગમાં બે સ્થાનનો ફાયદો થતા ટોપ પાંચમુ સ્થાન મેળવવામાં સફળ રહી છે.
ટી-20 બોલરોની રેન્કિંગમાં પુનમ બે સ્થાન સુધારા સાથે ત્રીજા સ્થાન પર પહોંચી ગઈ છે. તે ઓસ્ટ્રેલિયાની મેગન શટ અને ન્યૂઝીલેન્ડની લીહ કાસપેરેકથી પાછળ છે. હરમનપ્રીત કૌર સાતમાં નંબર પર પહોંચી એશિયા કપની ફાઈનલમાં પૂનમ યાદવે નવ રન આપીને ચાર વિકેટ લઈને પોતાની કારકિર્દીનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કર્યું હતું પરંતુ તે ભારતને બાંગ્લાદેશ સામે જીત અપાવવામાં સફળ રહી નહોતી. ઉપવિજેતા ભારતીય ટીમની કેપ્ટન અને પ્લેયર ઓફ ધ સીરીઝ હરમનપ્રીત કૌરને બેટ્સમેનોમાં એક જ સ્થાનનો ફાયદો મળ્યો અને તે સાતમાં સ્થાન પર પહોંચી ગઈ છે. હરમનપ્રીત કૌરે ફાઈનલમાં અડધી ફટકારી હતી જ્યારે સ્મૃતિ મંધાના બે સ્થાનના નુકસાન સાથે નવમાં પર આવી ગઈ છે. પાકિસ્તાનની લેફ્ટ આર્મ સ્પિનર અમાન અમીન પોતાના શાનદાર પ્રદર્શનના કારણે બોલરોની યાદીમાં પાંચમાં સ્થાન પર આવી ગઈ છે. છ વખતની ચેમ્પિયન ભારતને હરાવી પ્રથમ વખત ટાઈટલ જીતનારી બાંગ્લાદેશી ટીમની ખેલાડીઓને પણ રેન્કિંગમાં ફાયદો થયો છે. રૂમાના અહેમદ છ સ્થાનના સુધાર સાથે ઓલરાઉન્ડરોની યાદીમાં 12 માં સ્થાન પર તેમાં ફાઈનલમાં પ્લેયર ઓફ ધ મેચ રૂમાના અહેમદ છ સ્થાનના સુધાર સાથે ઓલરાઉન્ડરોની યાદીમાં 12 માં સ્થાન પર આવી ગઈ છે.