બાબા રામદેવ સાથે બિઝનેસમાં હરિફાઇ કરશે શ્રીશ્રી રવિશંકર


નવી દિલ્હી તા.13
શ્રી શ્રી રવિ શંકરની એફએમસીજી બ્રાન્ડ શ્રી શ્રી ત્વચા હવે પ્રચારને લઈને બાબા રામદેવની પતંજલિ સાથે મુકાબલો કરવાની કોશિશ કરી રહ્યું છે. તેઓ એડવર્ટાઈઝમેન્ટ અને પ્રમોશન પર લગભગ 200 કરોડ રૂપિયા જેટલો ખર્ચ કરવાની યોજના બનાવી છે. આયુર્વેદ કે હર્બલ પ્રોડક્ટ્સના સેગમેન્ટમાં આ નવું બ્રાન્ડ દેશમાં 1000 જેટલા સ્ટોર્સ ખોલવાની યોજના રાખે છે. આ પ્રચાર માટે માસ મીડિયા એડવર્ટાઈઝીંગ અને આઉટડોર કેમ્પેઈન પર મોટો ખર્ચો કરશે. હાલમાં જ સમાપ્ત થયેલા ઈન્ડિયન પ્રિમીયર લીગમાં આ ટેલિવીઝન એડવર્ટાઈઝીંગ પર 10 કરોડ રૂપિયા ખર્ચ કરવાની સાથે એફએમસીજી કેટેગરીમાં પણ મોટા એડવર્ટાઈઝર્સ સામેલ હતા.
શ્રી શ્રી ત્વચા સ્ટોર્સ ખોલનારી શ્રી શ્રી આયુર્વેદ ટ્રસ્ટના ચીફ એક્ઝિક્યુટીવ તેજ કટપીટીયાએ કહ્યું હતું કે, આ વર્ષે અમે ઘણી ઝડપથી વિસ્તરણ કરશું. અમારી એડવર્ટાઈઝીંગ આક્રમક અને નિશ્ચિત રીતે ગયા વર્ષ કરતા અલગ હશે. તેમણે વધુમાં કહ્યું હતું કે, આ નાણાકીય વર્ષમાં 3-4 મોટા એડવર્ટાઈઝીંગ કેમ્પેઈન ચલાવવામાં આવશે. આ કેમ્પેઈન ન્યૂઝ ચેનલની સાથે જનરલ એન્ટરટેઈનમેન્ટ ચેનલ અને રીજનલ ચેનલો પર પણ ચાલશે. તેની સાથે ઓન-ગ્રાઉન્ડ અને આઉટડોર એડવર્ટાઈઝીંગ પણ થશે. પતંજલિની જેમ શ્રી શ્રી ત્વચા ટૂથપેસ્ટ, પર્સનલ કેર આઈટમ્સ અને ફૂડ પ્રોડક્ટસ જેવી વિશેષ કેટેગરી પર ફોકસ કરશે.