ભાવનગર જિલ્લાના છાયામાં સગીરા પર દુષ્કર્મથી તબિયત લથડી

ભાવનગર તા.12
ભાવનગર જીલ્લાનાં છાયા ગામે સગીરાને બંધ સ્કુલમાં લઇ જઇ એક શખ્સે દુષ્કર્મ આચર્યાની પોલીસ ફરિયાદ નોંધાઇ છે. સગીરાની તબીયત બગળતા તેને હોસ્પિટલ ખસેડાયેલ છે.
મળતી વિગતો મુજબ ભાવનગર જીલ્લાનાં ઘોઘા તાલુકામાં છાપા ગામે શ્રમિક પરિવારની 15 વર્ષની સગીરાને આ જ ગામમાં રહેતો અરવિંદ કોળી નામનો શખ્સ ગામની બંધ સ્કુલમાં બળજબરીપુર્વક બાવડું પકડી લઇ ગયો હતો અને સગીરાની મરજી વિરૂઘ્ધ દુષ્કર્મ આચરી નાસી છુટયો હતો. સગીરાની તબીયત લથડતાં અને પરિવારને જાણ થતાં તુરંત ભાવનગરની હોસ્પિટલ ખસેડાયેલ છે. આ બનાવ અંગે પોલીસે સગીરાનું નિવેદન લઇ ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ
ધરી છે.
પડી જતાં મોત
શહેરનાં નિર્મળનગર શેરી નં-3 માં રહેતાં ચીરાગભાઇ મુકેશભાઇ ગોહેલ ઉ.વ.25 નું શહેરની મઘ્યે હેવમોરનજીક આવેલ ગંગાદેરી પરથી પડી જતાં ગંભીર ઇજા થતાં અત્રેની સર.ટી.હોસ્પિટલ ખસેડાયેલ જયાં સારવાર દરમ્યાન તેનું મોત નિપજયું હતું. મરનાર દારૂ પીવાની ટેવ વાળો હતો. આ બનાવ અંગે સી ડીવીઝન પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે.
વાહન અકસ્માતમાં યુવાનનું મોત
ભાવનગરનાં વાલભીપુર નજીક કલ્યાણ પર ગામનાં પાટીયા પાસે વાહન અકસ્માતમાં ગંભીર ઇજા પામનાર પ્રભુભાઇ પરશોતમભાઇ ગોહિલ ઉ.વ.32 નું અત્રેની સર.ટી.ઓસ્પિટલમાં સારવાર દરમ્યાન મોત નિમજયું હતું.