જૂનાગઢ મનપામાં હોદ્દાનાં ગેરઉપયોગ અંગે અધિકારીઓને હાજર થવા એસીબીનું ફરમાન


જૂનાગઢ તા,13
મનપાના અધિકારીઓ દ્વારા હોદાનો દુરૂપયોગ કરી ગેરકાયદેસર બાંધકામ દુર કરવામાં ન આવતા આ મામલે એસીબીમાં ફરીયાદ કરવામાં આવી હતી. શહેરના નહેરુપાર્ક કો.ઓપરેટીવ હાઉસીંગ સોસાયટી પ્લોટ નંબર-અ-24 ઉપર વિરૂધ્ધ બાંધકામ થઇ રહ્યું હતું. આ મામલે તે જ વિસ્તારના જીગ્નેશભાઇ પંડયા દ્વારા મનપામાં અનેક વખત રજૂઆતો કરવામાં આવી હતી. આ રજૂઆતોના પગલે કોર્પોરેશને કલમ -260(2)ની નોટીસ પણ આપી હતી. તેમ છતા આ ગેરકાયદેસર બાંધકામ ધમધમતું રહ્યું હતું. આમ મનપાના અધિકારીઓની કૃપાદ્રષ્ટિ હેઠળ આ બાંધકામ શરૂ હોવાથી જીગ્નેશ પંડયા દ્વારા એસીબીમાં તા.9/2/2018ના રોજ ફરિયાદ દાખલ કરી હતી. આ ફરિયાદને પગલે એસીબી દ્વારા દબાણ અધિકારી ભરત ડોડીયા, કાર્યપાલક ઈજનેર દિપક ગોસ્વામી, ઈજનેર લલીત વાઢેર, પૂર્વ એસટીપીઓ કે.એલ. ભોયાને દિવસ 7માં હાજર થવા ફરમાન કર્યુ હતું.