UPમાં ડબલ ડેકર બસ પલટી જતાં 17નાં મોત

  • UPમાં ડબલ ડેકર બસ  પલટી જતાં 17નાં મોત

લખનૌ તા,13
ઉત્તર પ્રદેશના મૈનપુરીમાં બુધવારના રોજ વહેલી સવારે ભયંકર રોડ અકસ્માતમાં 17 લોકોના સ્થળ પર જ પ્રાણપંખેરૂં ઉડી ગયા છે.
મળતી માહિતી પ્રમાણે જયપુરથી ફરૂખાબાદ જઇ રહેલ ડબલ ડેકર પેસેન્જર બસ અનિયંત્રિત થતા પલટી ગઇ હતી. મીડિયા રિપોર્ટ્સના મતે આ અકસ્માતમાં ઘાયલોને સૈફઇ મિની પીજીઆઈ રેફર કરાયા છે. જ્યાં લગભગ 3 લોકોની સ્થિતિ ગંભીર છે.
આ ઘટના સવારે દન્નાહાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં બની છે. મીડિયા રિપોર્ટસના મતે એસપીએ અત્યાર સુધી 17 લોકોના મોતની પુષ્ટિ કરી છે. જ્યારે 35થી વધુ લોકો ઘાયલ થયા છે.
મૈનપુરી પોલીસ બળની સાથે એસપીએ ઘટનાસ્થળ પર હાજર મૃતકોના મૃતદેહ શબગૃહ અને ઘાયલ યાત્રીઓને તરત જ હોસ્પિટલમાં પહોંચાડ્યા. જ્યારે સુરક્ષિત યાત્રીઓને બીજી બસ મંગાવી રવાના કર્યા છે.