‘આપઘાત’ના આગલા દા’ડે ભય્યુજીને મળેલી મહિલા કોણ?


ઇન્દોર: આધ્યાત્મિક ગુરુ ભૈયુજી મહારાજનો એક મહિલા સાથેનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે. કહેવાય છે કે મોતના એક દિવસ પહેલાં સોમવારના રોજ બપોરે લગભગ 3.30 વાગ્યે ભૈયુજી મહારાજ એક મહિલાને અપના સ્વીટ્સ નામની રેસ્ટોરાંમાં મળ્યા હતા. અહીં તેઓ અંદાજે એક કલાક સુધી રોકાયા હતા. તેમણે માત્ર જ્યુસ પીધો. મહિલા લાલ કુર્તામાં હતા. કહેવાય તો એમ પણ રહ્યં છે કે બંનેની વચ્ચે કોઇ વાતને લઇને વિવાદ પણ થયો હતો. જો કે કેટલાંક મીડિયા રિપોર્ટ્સનું કહેવું છે કે કોઇ એડમિશનના સિલસિલામાં મહિલા ભૈયુજી મહારાજને મળવા આવી હતી. મહિલા કોણ હતી અને તેમની વચ્ચે શું વાત થઇ આ અંગે કોઇ સટીક માહિતી સામે આવી નથી. આપને જણાવી દઇએ કે કેટલીય મહિલાઓને લઇ પણ ભૈયુજી મહારાજ વિવાદોમાં રહી ચૂકયા છે.2005માં સીમા વાનખેડે નામની મહિલાએ તેમના પર આરોપ મૂકયો હતો કે ભૈયુજી મહારાજે તેમને લગ્ન કરી છોડી દીધા. મહિલાએ આરોપ મૂકયો કે ભૈયુજી મહારાજથી તેમને એક દીકરો પણ છે. આ સિવાય જ્યારે ભૈયુજી મહારાજે બીજા લગ્ન કર્યા હતા ત્યારે મલ્લિકા રાજપૂત નામની એક્ટ્રેસીસે તેમને મોહજાળમાં ફસાવ્યાનો આરોપ મૂકયો હતો.