હોમલોન પર સબસિડી યોજનામાં વધુ લાભ મળશે

વડાપ્રધાન આવાસ યોજનામાં કાર્પેટ એરિયામાં 33 ટકા જેટલો વધારો કરાયો
રૂા.18 લાખ સુધીની વાર્ષિક આવકવાળાને હવે 2.30 લાખની વ્યાજ સબસિડી મળશે
નવીદિલ્હી તા,13
જો તમારી વાર્ષિક આવક રુ. 18 લાખ સુધી હોય અને તમને ત્રણ અથવા ચાર બેડરુમવાળો 2100 ચો.ફૂ.નો ફ્લેટ અથવા ઘર ખરીદવા માગો છો તો હવે તમને પણ રુ.2.30 લાખની વ્યાજ સબસિડી મળશે. મોદી સરકારે હવે નવું ઘર ખરીદતા લોકો માટે મોટા ઘરનો વિકલ્પ પણ ખોલી નાખ્યો છે.મંગળવારે આવાસ અને શહેરી બાબતોના મંત્રાલય દ્વારા મધ્યમ આવક સમૂહ(એમઆઈજી) માટે વડાપ્રધાન આવાસ યોજના (પીએમવાય) અંતર્ગત વ્યાજ સબસિડીનો લાભ મેળવવાપાત્ર ઘરોના કાર્પેટ એરિયામાં 33% જેટલો વધારો કર્યો છે.
કેન્દ્ર સરકારે ક્રેડિટ લિંક સબસિડી યોજનાના (સીએલએસએસ) ક્ષેત્રમાં આવતા મધ્યમ આવક સમૂહની પહેલી કેટેગરી એમઆઈજી-1 ઘરનો કાર્પેટ એરિયા વધારીને 160 ચો.મી. અને એમઆઈજી-2 કેટેગરીના ઘરનો કાર્પેટ એરિયા વધારીને 200 ચો.મી. કરી દીધો છે. તમને જણાવી દઈએ કે અત્યાર સુધી એમઆઈજી-1 કેટેગરીના ઘરમાં 120 ચો.ફૂટ કાર્પેટ એરિયા અને એમઆઈજી-2 કેટેગરીના ઘરમાં 150 ચો. ફૂટ કાર્પેટ એરિયા નક્કી કરવામાં આવ્યો હતો.
મોદી સરકારની ક્રેડિટ લિંક સબસિડી યોજના અંતર્ગત એમઆઈજી-1 કેટેગરીના ખરીદદારોને 2.35 લાખ રુપિયા અને ખઈંૠ-2 કેટેગરીના ઘર ખરીદદદારોને 2.30 લાખ રુપિયા સબસિડીનો સીધો ફાયદો મળે છે. હકીકતમાં સરકારે ગત વર્ષે જાન્યુઆરીમાં વડાપ્રધાન આવસ યોજના એવા લોકો માટે લાગૂ કરી હતી જેમની વાર્ષિક આવક 6-12 લાખ રુપિયા હોય અને બીજી શ્રેણીમાં 12-18 લાખ રુપિયા વાર્ષિક આવક હોય. જે પૈકી 6-12 લાખ વાર્ષિક આવક ધાવતા લોકોને સરકારે ખઈંૠ-1 કેટેગરીમાં રાખ્યા હતા. આ લોકો માટે સ્કીમ એ રીતે હતી કે જો આ કેટેગરીમાં આવતા લોકો લોન દ્વારા ઘર ખરીદે છે તો તેમની લોનની કુલ રકમના 9 લાખ રુપિયા પર જે પણ વ્યાજ લાગશે તે પૈકી 4% વ્યાજ સરકાર સબસિડીના રુપમાં આપશે.
આ જ રીતે બીજી શ્રેણીના લોકો માટે એ નક્કી કરવામાં આવ્યું હતું કે જો તેઓ લોન લઈને મકાન ખરીદે છે તો 12 લાખ રુપિયા સુધીની રકમના વ્યાજ પર 3% વ્યાજ સબસિડી રુપે સરકાર ચૂકવશે. હવે નવા નિયમ મુજબ વાર્ષિક 6-12 લાખ આવક ધરાવતા એમઆઈજી-1 કેટેગરીના લોકો 160 ચો.મીટર(1722 ચો.ફૂ.)નો ફ્લેટ કે ઘર ખરીદી પર આ સબસિડી મેળવી શકશે. જયારે 12-18 લાખ સુધીની આવક ધરાવતા એમઆઈજી-2 કેટેગરીના લોકો હવે 200 ચો.મીટર(2153 ચો.ફૂ.)નો ફ્લેટ ખરીદીને પણ આ યોજનાનો લાભ લઈ શકશે.