ભય્યુજી મહારાજને ગૃહકલેશ જ ભરખી ગયો; ચોંકાવનારા ખુલાસા

બીજી પત્ની અને પ્રથમ પત્નીથી જન્મેલી પુત્રી વચ્ચેનાં મનભેદનો તનાવ અસહ્ય બન્યો
આધ્યાત્મિક ગુરૂ ભૈયુજી મહારાજે જાતે જ લમણે ગોળી મારી આત્મહત્યા કરી લીધી. તેમના રૂમમાં જે સ્યૂસાઇડ નોટ મળી છે તેમાં લખ્યું હતું કે તેઓ ખૂબ જ તણાવમાં હતા. પોલીસની પ્રાથમિક તપાસમાં પારિવારિક વિવાદની વાત સામે આવી રહી છે. પોલીસને આપવામાં આવેલા નિવેદનમાં પત્ની-દીકરીએ એકબીજા પર આરોપો મૂકયા છે.
કહેવાય છે કે મંગળવારના રોજ લગભગ 11 વાગ્યે જ્યારે ભૈયુજી મહારાજ દીકરી કુહુના રૂમમાં પહોંચ્યા તો તેનો રૂમ અસ્ત-વ્યસ્ત પડ્યો હતો. તેમણે પત્ની આયુષીને કહ્યું કે કુહુ આવવાની છે. તેને લઇ બંને વચ્ચે ઝઘડો પણ થયો. ત્યારબાદ ભૈયુજી મહારાજે નોકરો પાસે રૂમ વ્યવસ્થિત કરાવ્યો.
ડીઆઈજી હરિનારાયણાચારી મિશ્ર એ કહ્યું કે ઘરમાં ભૈયુજી મહારાજ, માતા અને નોકર વિનાયક અને યોગેશ હતા. પત્ની ડો.આયુષી બહાર ગઇ હતી. બીજા બે નોકર હતા જેમને સવારે 11 વાગ્યે નીચે મોકલી દેવામાં આવ્યા હતા અને પૂણેમાં રહેતી દીકરી કુહુના રૂમમાં જતા રહ્યા હતા. પછી જ્યારે પત્ની બપોરે 12 વાગ્યે પાછી આવી તો જોયું કે લાઇસન્સી રિવોલ્વર ભૈયુજી મહારાજના હાથની પાસે પડી હતી અને માથામાંથી લોહી વહી રહ્યું હતું. તેણે બોમ્બે હોસ્પિટલ લઇને પહોંચી, જ્યાં તેમનું મોત થઇ ગયું.
પોલીસને આપવામાં આવેલા નિવેદનમાં ભૈયુજી મહારાજની દીકરી કુહુએ કહ્યું કે હું ડો.આયુષીને મારી માતા માનતી નથી. તેના લીધે જ પરેશાન થઇને પિતાએ આ પગલું ઉઠાવ્યું. તેને જેલમાં બંધ કરી દેજો.
બીજીબાજુ ભૈયુજી મહારાજની પત્ની ડોકટર આયુષીએ નિવેદનમાં કહ્યું કે કુહુને હું અને મારી દીકરી પસંદ નહોતા. આથી જ દીકરીના જન્મ બાદ જ હું મારી માતાના ઘરે રહેવા જતી રહી હતી. કારણ કે કુહુ અહીં રહેવાની હતી. કુહુ પૂણે ગઇ તેના થોડાંક દિવસ પહેલાં જ હું ઇન્દોર આવી હતી. હું અને ભૈયુજી મહારાજ સારી રીતે રહેતા હતા.
ભૈયુજી મહારાજના ઘરે કામ કરનાર નોકર અને સેવાદારોએ પણ પત્ની અને દીકરીની વચ્ચે વિવાદની વાત કહી. તેમણે કહ્યું કે દર વખતે તેઓ પત્ની કરતાં દીકરીનો પક્ષ વધુ લેતા હતા. તેના પર બંને વચ્ચે વિવાદ પણ થતો હતો.
ભૈયુજી મહારાજ પહેલી પત્નીથી થયેલ દીકરી કુહુને ખૂબ જ પ્રેમ કરતાં હતા. બીજી વખત લગ્ન થયા બાદ દીકરીએ તેમની સાથે અંતર રાખ્યું હતું. બીજી પત્નીથી તેમની ત્રણ મહિનાની દીકરી છે. કુહુ પૂણેથી મંગળવારના રોજ ઇન્દોર આવી હતી.
પોલીસની પ્રારંભિક તપાસમાં એ વાત સામે આવી કે ભૈયુજી મહારાજના બીજા લગ્નની કુહુને જાણ નહોતી. તે લગ્નમાં પણ આવી નહોતી. પાછળથી તેને ખબર પડવા પર કુહુએ ઘરમાં ઝઘડો કર્યો હતો.